તમારા ખાસ ક્ષણોને વધુ ખાસ બનાવવા માટે સૌ પહેલા શરૂઆત તમે બેડરૂમથી કરો. તમારા બેડરૂમમાં મુકેલી વસ્તુઓમાં ફેરબદલ કરીને તમે તમારા બેડરૂમને વધુ રોમાંટિક બનાવી શકો છો. બેડરૂમમાં ખૂબ વધુ ફર્નિચર ન મુકશો. જેનાથી આવવા જવામાં તકલીફ થશે અને સાથે જ તમારો દમ પણ ઘૂંટાશે.
શરૂઆત તમે તમારા બેડ દ્વારા કરો. બેડ પર પાથરેલી ચાદરના રંગની પસંદગી સમજી વિચારીને કરો. વધુ ભડકીલા રંગોવાળી ચાદર ન ખરીદો. સિલ્ક કે કોટનની બેડશીટ આ બાબતે સારી પસંદગી છે.
બેડશીટ પછી કુશનના રંગની પસંદગી પણ સમજી વિચારીને કરો. લાલ,પર્પલ, રસ્ટ, રોયલ બ્લૂ જેવા રંગની બેડશીટ સાથે હલ્કા રંગના કુશન મુકી શકો છો અને જો તમારા રૂમમાં માસ્ટર બેડ છે તો તેના પર 4-6 કુશન મુકી શકો છો.
- રોમાંસના ક્ષણો દરમિયાન આછી લાઈટનો પ્રયોગ કરો અને તમારા બેડરૂમના પડદાં વધુ પાતળા ન લગાવશો નહી તો તમારા બેડરૂમની કોઈ પ્રાઈવેસી નહી રહે.