ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થતાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલના ગ્રૂપનો પણ વિવાદ સપાટી પર.
વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થતાં જ જૂથવાદ પણ શરૂ થઈ ગયો છે. હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલના ગ્રૂપ હવે આમને-સામને આવી ગયા છે. યૂથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીમાં જ બે ભાગ પડી ગયા છે. જેમાં બન્નેના ગ્રૂપ પોતાના સમર્થકમાંથી કોઈને પ્રમુખ બનાવવા માટે મક્કમ છે. યૂથ કોંગ્રેસની ચૂંટણી ટાણે જ બે ભાગ પડતા કોંગ્રેસના નેતાઓ માટે મુંઝવણ જોવા મળી રહી છે. હાલમાં ઇન્દ્રવિજયસિંહ ગ્રૂપના ઉમેદવારોમાં ઋતુરાજ ચુડાસમા, જયેશ દેસાઇ, અભય જોટવા છે. તો બીજી તરફ હાર્દિક પટેલના સમર્થકોમાં વિશ્વનાથસિંહ વાઘેલા છે.