Monkeypox Health Emergency : WHO એ મંકીપૉક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજેંસી કરી જાહેર. 75 દેશોમાં 16000થી વધુ કેસ

Webdunia
શનિવાર, 23 જુલાઈ 2022 (21:29 IST)
કોરોના વાયરસ બાદ હવે મંકીપોક્સ દુનિયા માટે ચિંતાનું કારણ બનતુ જઈ રહ્યું છે. બ્રિટન અને યુરોપથી શરૂ થયેલા કેસ હવે ભારત સહિત ઘણા દેશોમાં જોવા મળી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને  ગ્લોબલ હેલ્થ ઈમરજેંસી  જાહેર કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયેસૂસે શનિવારે જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક મંકીપોક્સ પ્રકોપ એક  નીકળવો એક 'સ્વાસ્થ્ય કટોકટી' છે.
 
ડૉ. ટેડ્રોસે કહ્યું, 'એક મહિના પહેલા મેં ઈમરજન્સી કમિટીને આંકલન કરવા કહ્યું હતું કે ઘણા દેશોમાં ફેલાઈ રહેલો મંકીપોક્સનો પ્રકોપ શુ હેલ્થ ઈમરજન્સી છે કે નહીં.' તેમણે કહ્યું કે તે સમયે 47 દેશોમાં 3040 કેસ હતા પરંતુ ત્યારથી મંકીપોક્સના સંક્રમણમાં વધારો થયો છે અને હવે 75 દેશોમાં 16 હજારથી વધુ કેસ અને પાંચ મૃત્યુની ચોખવટ થઈ છે. પ્રક્પને વધતો જોઈને, મેં ગુરુવારે સમિતિને નવા ડેટાની ફરી જોવા અને તેના આધારે મને સલાહ આપવા કહ્યું હતુ. 

<

BREAKING:
"For all of these reasons, I have decided that the global #monkeypox outbreak represents a public health emergency of international concern."-@DrTedros pic.twitter.com/qvmYX1ZBAL

— World Health Organization (WHO) (@WHO) July 23, 2022 >
 
યુરોપ સિવાય વિશ્વવ્યાપી ખતરો 'મધ્યમ'
ટેડ્રોસે જણાવ્યું હતું કે  સમિતિ  આ અંગે સર્વસંમતિ સુધી પહોંચી શકી નથી કે મંકીપોક્સ ગ્લોબલ હેલ્થ ઈમરજેંસી છે કે કેમ તે અંગે. આજે અમે જે અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ તેમાં સમિતિના સભ્યોએ તેના પક્ષ અને વિરોધમાં કારણો આપ્યા છે  તેમણે કહ્યું કે ડબ્લ્યુએચઓનું મૂલ્યાંકન છે કે વિશ્વ અને તમામ પ્રદેશોમાં મંકીપોક્સનું જોખમ મધ્યમ છે, પરંતુ યુરોપમાં તેનું જોખમ વધારે છે. તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ફેલાવવાનો ભય પણ સ્પષ્ટ છે.
 
તેમણે કહ્યું, 'સરળ શબ્દોમાં કહીએ તો, આપણી વચ્ચે એક એવો પ્રકોપ છે જે દુનિયાભરમાં ઝડપથી ફેલાય રહ્યો છે, અને આપણે તેના વિશે બહુ ઓછું જાણીએ છીએ. આ બધા કારણોસર, મેં નક્કી કર્યું છે કે વૈશ્વિક મંકીપોક્સ પ્રકોપ એક ગ્લોબલ હેલ્થ ઈમરજેંસી છે.'
 

સંબંધિત સમાચાર

Next Article