અમિત શાહે ગુજરાતમાં e-FIRનો પ્રારંભ કરાવ્યો

શનિવાર, 23 જુલાઈ 2022 (15:20 IST)
ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. શનિવાર, રવિવારે તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. શનિવારે સવારે 11 વાગ્યે એફએસએલ યુનિવર્સિટી ખાતેથી ગુજરાત પોલીસની ઇ-એફઆઈઆર સિસ્ટમ ઉપરાંત ટેક્નોલોજી આધારિત નવી સેવાઓનો પ્રારંભ કરાવશે.બપોરે 2 કલાકે અમિત શાહ માણસા ખાતે અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે નવનિર્મિત ઔદ્યોગિક રસોડાના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે
 
ગૃહમંત્રી અમિત શાહે E FIR સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ‘ત્રિનેત્ર’ યુનિટનું પણ ઉદ્ધાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્રભાઇના દૂરદર્શી નિર્ણયોથી ગુજરાતનો વિકાસ થયો છે. પોલીસ આધુનિક અને ટેકનોસેવી બની છે. પોલીસ સંવેદનશીલ પણ બની છે. ભવનથી પરિણામ આવતા નથી પરંતુ ભવનની અંદર ભાવના નાખવાની જરૂર છે. 
 
યાત્રાધામ, બંદરના કેમેરા કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ સાથે જોડવાની જરૂર છે. અમિત શાહે કહ્યું કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પરના કેમેરાને પણ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ સાથે જોડવાની જરૂર છે. ફક્ત સાત હજાર કેમેરાથી સિમિત ન રાખવું જોઇએ. દેશના 96 ટકા પોલીસ સ્ટેશનને ઓનલાઇન કરવાનું કામ કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર