Weather news- અમદાવાદનાં હવામાનમાં પલ્ટો આવશે. ત્રણ દિવસ ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. વંટોળ અને ગાજવીજ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવીટી થવાની આગાહી કરી છે.
કચ્છમાં કમોસમી વરસાદ
ગત રોજ કચ્છના ભચાઉ શહેરમાં બપોરથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે. ભચાઉ, ચીરઇ, ચોપડવા અને લુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં છે.
20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી
જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે