હવામાનની આગાહી ગુજરાત: ચક્રવાત સાથે વરસાદ, પ્રી માનસૂન એક્ટિવ થશે

રવિવાર, 14 એપ્રિલ 2024 (09:15 IST)
Rain and strom- હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 12 અને 13 એપ્રિલે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને પ્રિ-મોન્સુન એક્ટિવિટી થશે. 12 એપ્રિલે નવસારી, વલસાડ અને સુરતમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે 13 એપ્રિલે કચ્છ, બનાસાકાંઠામાં માવઠાની શક્યતા છે.
 
20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી 
જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે
10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ 
 
10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે. તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે.
 
કચ્છમાં કમોસમી વરસાદ
ગત રોજ કચ્છના ભચાઉ શહેરમાં બપોરથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે. ભચાઉ, ચીરઇ, ચોપડવા અને લુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં છે.
 
અમદાવાદનાં હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 12 થી 15 એપ્રિલ ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. વંટોળ અને ગાજવીજ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવીટી થવાની આગાહી કરી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર