Weather Updates- ગુજરાતનું હવામાન દરેક પસાર થતા દિવસે સતત બદલાઈ રહ્યું છે. રાજ્યમાં હાલ આકરી ગરમી પડી રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા કેટલાક શહેરો માટે તીવ્ર ગરમી અને હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે રાજ્યમાં તાપમાન 40-43 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41-45 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં આકરી ગરમી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં હીટ વેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યના પાટનગર અમદાવાદમાં પ્રથમ વખત તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે.