Weather news- અંબલાલ પટેલની આગાહી આ તારીખે પારો જશે 45 ડિગ્રીને પાર

Webdunia
ગુરુવાર, 2 માર્ચ 2023 (08:52 IST)
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.ગુજરાતમાં ધીમે-ધીમે ઉનાળાની શરુઆત થવા લાગી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે. એટલે કે હાલ રાજ્યમાં ડબલ ઋતુ અનુભવાઈ રહી છે.
 
3-4 માર્ચથી ગરમીમાં વધારો થશેઃ અંબાલાલ
26 એપ્રિલે 45 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાશે. 26 એ સમુદ્રમાં હલચલ થશે અને તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. 
 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં જે ઠંડી પડશે તે આકરી હશે. આ સાથે રાજ્યમાં આગામી 20મી ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે. રાજ્યમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચશે. અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોએ આગામી દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરવી પડશે

સંબંધિત સમાચાર

Next Article