રાજકોટનો આજી-૧ છલકાતાં મુખ્યમંત્રી રૂપાણીએ નીર વધાવ્યાં

Webdunia
શનિવાર, 29 જુલાઈ 2017 (13:18 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં આજી-૧ ડેમ છલકાઇ જતાં તેના વધામણાં કર્યા હતા. ગઇ કાલે મોડી રાત્રે આજી-૧ ડેમ છલકાઇ ગયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે ગાંધીનગરથી રાજકોટ પહોંચતા તેઓ એરપોર્ટથી સીધા આજી-૧ ડેમ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, બરાબર એક મહિના પહેલાં, ૨૯ જૂને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજી ડેમમાં નર્મદાના નીરને વધાવ્યા હતા, 

કુદરતની મ્હેરથી મહિના પછી આજી-૧ છલકાઇ ગયો છે. આજી-૧ ડેમની ઊંચાઇ પણ ૨૯ ફૂટ છે. આમ ૨૯ ફૂટન ઊંચાઇ વાળા આજી-૧ ડેમમાં ૨૯મી જૂને નર્મદાના નીરના વધામણા અને આજે ૨૯મી જુલાઇએ ડેમ છલકાતાં પુન:વધામણાં કરાયાં છે. ૨૯નો આંક આજી માટે શુકનિયાળ સાબિત થયો છે. 

 હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ આપાતકાલીન પરિસ્થિતિમાં રાજયના વહિવટી તંત્ર અને એનડીઆરએફ તેમજ ભારતીય હવાઇ દળ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેના સહયોગથી મહામુલી માનવ જીંદગી બચાવાઇ છે અને હાલ પરિસ્થિત સૂંપર્ણપણે કાબુમાં છે. 
Next Article