સુરતમાં લવ મેરેજને લઈને સર્વ સમાજની બેઠકમાં એક કમિટીની રચના કરીને તમામ ધારાસભ્યો અને સાંસદોને રૂબરૂમાં મળીને લવ મેરેજના કાયદામાં સુધારા અંગે રજૂઆત કરવામાં આવશે. જો રજૂઆતનો નિકાલ નહીં આવે તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. ખાસ કરીને વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીને લવ જેહાદ માં ફસાવી તેની સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાના કિસ્સાઓ અટકાવવા માટે ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું.
આ બેઠકમાં મીડિયા સમક્ષ કહેવાયું હતું કે, 4130 જેટલા ખોટા લગ્નો થયા છે અને જેને લઈને આજે દરેક સમાજના લોકોએ ચિંતા કરી છે. બેઠકમાં નક્કી કરવામાં આવેલી કમિટી મુખ્યમંત્રી અને કાયદામંત્રીને મળશે. કમિટી નક્કી કરશે એ રીતે આંદોલન કરાશે. 182 ધારાસભ્યોને મળી તેમનું સમર્થન મેળવીશે. 26 સાંસદો ને પણ મળી તેમનું સમર્થન લેવાશે જેથી ગાંધીનગર લઈને દિલ્હી સુધી માંગ પહોંચાડી શકાય.સુરતમાં યોજાયેલ સર્વ સમાજની ચિંતન શિબિરમાં 32 જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ચર્ચાઓ બાદ સરકાર સામે ચાર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યાં છે. ગામમાં જ લગ્ન નોંધણી, પોલીસનું વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધી ડોક્ટુમેન્ટના વેરિફિકેશન તથા લગ્ન માટે માતા પિતાની ફરજીયાત સહીની માંગ કરવામાં આવી છે. આ 32 સમાજના આગેવાનોએ સરકાર સમક્ષ રજૂ કરેલી માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ચિંતન શિબિરમાં કહેવામાં આવ્યું હતું કે, દીકરી લગ્ન કરે તેનો નહીં પણ માતા પિતાને જણાવ્યા વિના લગ્ન કરે છે તેનો વાંધો છે.