છેલ્લા ઘણા સમયથી સતત વિવાદોમાં રહેલી બિનસચિવાલયની પરીક્ષાની તારીખ જાહેર થઇ ગઇ છે. આગામી 24 એપ્રિલ 2022ના રોજ બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા લેવામાં આવશે. ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા 50 દિવસ બાદ એટલે કે 24 એપ્રિલના બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ચાર વર્ષમાં ત્રણ વાર મોકૂફ રાખવામાં આવી હતી. જેના લીધે ઉમેદવારોમાં રોષનો રાફડો ફાટી નિકળ્યો હતો. જેથી ઉમેદવારો દ્વારા સતત માંગ કરવામાં આવી હતી કે તે તાત્કાલિક પરીક્ષાની જાહેરાત કરવામાં આવે. વારંવાર પરીક્ષા મોકૂફ રહેતા વિદ્યાર્થીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. ઉમેદવાર ઉત્સાહ પણ ભાંગી પડ્યો હતો.
અત્રે ઉલ્લેકનીય છે કે ગત 13 ફેબ્રુઆરીએ રવિવારે પરીક્ષા યોજાવાની હતી. તે પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય સેવાના કારકૂનની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.