આજના આધુનિક યુગમાં યુવાધનને સોશિયલ મીડિયા ઘેલુ લાગ્યું છે. મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. ત્યારે ફેસબુક લાઇક્સ અને ટીકટોક વીડિયો દ્વારા ફેમસ થવા સમજ્યા વિચાર્યા વિના મનફાવે તે અપલોડ કરી દેતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ભાભરમાં એક યુવકે ટીકટોક પર ફેમસ થવા માટે દંપતિનો વીડિયો વાયરલ કરવો ભારે પડી ગયો છે. મોબાઇલ પર વાત કરવા ઉભેલા દંપતીનો વીડિયો બનાવી વાઈરલ કરી દેતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં એક યુવાને ટીકટોકમા ફેમસ થવા મોબાઇલ પર વાત કરવા ઊભા રહેલા દંપતીનો વીડિયો બનાવી વાઈરલ કરી દીધો હતો. ત્યારબાદ જેમનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો તે દંપતિને જાણ થતાં તેઓએ પોલીસ મથકે વીડિયો વાયરલ કરનાર ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં સમાજમાં બદનામ કરવાના ઇરાદે ઉપરોક્ત વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતાં ઉપરોક્ત યુવક કે જેણે વીડિયો વાયરલ કરેલ છે તે મુસીબતમાં મુકાયો છે.
ત્યારે આજના યુવાધનને ઉપરોકત લાલબત્તી સમાન કિસ્સા પરથી શીખ લેવી જોઈએ કે સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ કે પોસ્ટ વાયરલ કરતા પહેલા તેની સાચા ખોટાની ચકાસણી કરી લેવી જોઇએ.