વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લઈ રહેલા દેશ વિદેશના VVIP મહેમાનોની ખાતર બરખાસ્ત કરવામાં સરકારે પાણીની જેમ પૈસા વહાવવાનુ નક્કી કર્યુ હોય તેમ લાગે છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં આમંત્રિતોને 1500 રુપિયાથી માંડીને 6000 રુપિયા સુધીની ડિશ રાખવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. જે પ્રમાણે મિડિયા અને એક્ઝિબિશનમાં આવેલા બીજા આમંત્રિતો માટે 1500 રુપિયા સુધીની ડીશ છે. જ્યારે મંત્રીઓ અને આઈએએસ કક્ષાના અધિકારીઓ માટે 3500 રુપિયાની ડિશ પિરસવામાં આવશે. જ્યારે વડપ્રધાન સાથે જમનારા VVIP મહાનુભાવો માટે 4000 રુપિયાથી લઈને 6000 રુપિયા સુધીની ડિશ રાખવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે આ ડિનરમાં VVIP સામેલ થશે.આ માટે ફાઈવ સ્ટાર હોટલને કોન્ટ્રાક્ટ અપાયો છે