વર્કઆઉટથી પણ પેટની ચરબી ઉતરતી નથી તો પીવો આ ચા

Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (17:32 IST)
પેટની વધતી ચરબી પર્સનાલિટીને ખરાબ કરવાનુ સૌથી મોટુ કારણ છે. કેટલાક લોકો વર્ક આઉટ કરીને પણ ચરબી ઘટાડી શકતા. તેનુ કારણ ખાવા પીવામાં પરેજ ન કરવુ છે. જાડાપણુ ઓછુ કરવા માટે કૈલોરી યુક્ત વસ્તુઓનુ સેવન ઓછુ કરવુ જોઈએ. જેનાથી ચરબી ઓછી કરવામાં સહેલાઈ રહે અને તમે સ્લિમ ટ્રિમ થઈ જશો.. આવો જાણો કેવા પ્રકારની ચા થી તમે તમારુ વધેલુ પેટ ઓછુ કરી શકો છો. 
 
1. લેમન ટી - આ ચા બૈલી ફેટને ઓછુ કરવા માટે ખૂબ કારગર છે. તેમા ડી લેમોનેન હોય છે જે કેલોરીને બર્ન કરવાનુ કામ કરે છે. લેમન ટી બનાવવા માટે પાણીમાં ચા, લીંબૂનો રસ અને તજ નાખીને ઉકાળી લો.. પછી તેને ગાળીને પીવો. 
 
2. જીરાની ચા - જીરાની ચા માં કૈલોરી ખૂબ ઓછી હોય છે. આ જાડાપણાને કંટ્રોલ કરવાનો સૌથી સારો ઉપાય છે. તેને બનાવવા માટે ગરમ પાણીમાં થોડુ જીરુ નાખી દો.. તેમા મધ અને લીંબૂનો રસ નાખીને પીવો. 
 
3. બ્લેક ટી - બ્લેક ટી પૉલીફેનૉલ્સ ફૈટ ઓછી કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેને બનાવવાની સરળ રીત છે કે પાણીમાં ચા ની ભુકી નાખીને થોડીવાર ઉકાળો.. તેને ગાળીને પી લો. 
 
4. તજની ચા - તજની ચા બનાવવા માટે ઉકળતા પાણીમાં ચાની ભુકી, તજ પાવડર અને દૂધ નાખો.. તમે ચાહો તો તેમા ખાંડ પણ નાખી શકો છો. 

સંબંધિત સમાચાર

Next Article