Surat Viral Video: મહિલા અને યુવતીને સાર્વજનિક રૂપે જાનવરોની જેમ મારનારા આરોપીઓને પોલીસે ભણાવ્યો પાઠ

Webdunia
શુક્રવાર, 11 એપ્રિલ 2025 (11:46 IST)
surat viral news
Surat Viral Video: સૂરતથી એક દર્દનાક મમલો સામે આવ્યો છે. અહી એક મહિલા અને યુવતીને નિર્દયતાથી માર મારવામાં આવ્યાનો વીડિયો વાયરલ થયો છે આ વીડિયો ખૂબ વિચલિત કરનારો છે. સાર્વજનિક રૂપે માર મારતા ગુંડાઓનો વીડિયો જ્યારે સૂરત પોલીસ પાસે પહોચ્યો તો વહીવટી તંત્રએ તરત જ એક્શન લેતા આરોપીઓને સાર મેથીપાક ચખાડ્યો.  એટલુ જ નહી તેના પહેલા અને પછીના એક્શન અને રિએક્શનના વીડિયો  Social Media પ્લેટફોર્મ X પર છે.  
<

સુરત APMCમાં શાકભાજી ચોરીના આક્ષેપ બાદ મહિલા અને એક યુવતી પર કરાયેલ હુમલાની ઘટનામાં સુરત શહેર પુણા પોલીસે બે આરોપીને ઝડપી કરાવ્યું કાયદાનું ભાન.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
.
.#surat #suratcitypolice #suratpolice #suratcitypunapolice #puna #punapolice pic.twitter.com/PhFViMPV68

— Surat City Police (@CP_SuratCity) April 10, 2025 >
મહિલાઓને મારી રહેલ આરોપીઓ પર પોલીસે લીધી એક્શન 
આ મામલાનો વીડિયો Surat City Police એ પોતાના એક્સ હૈંડલ પરથી 10 એપ્રિલ એટલે કે આજે જ અપલોડ કર્યો છે.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NDTV India (@ndtvindia)

વીડિયોમાં જોઈ શકાય છે કે સાર્વજનિક રૂપે કેટલાક લોક બે મહિલાઓને મારી રહ્યા છે. તે કોઈપણ જાતના ભય વગર જાનવરોની જેમ મારી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે ત્યા હાજર લોકો બચાવવાને બદલે તમાશો જોઈ  રહ્યા છે.  આ દરમિયાન કેટલાક લોકોએ ઘટનાને કેમેરામાં કેદ કરે એલીધી જ્યારબાદ આ વીડિયો તરત જ પોલીસ સુધી પહોચ્યો. પોલીસનુ કહેવુ છે કે આ બે મહિલાઓને શાકભાજી ચોરીના આરોપમાં મારવામાં આવી . મારી રહેલ બંને આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. વીડિયોમાં બંને આરોપી લંગડાઈ રયા છે અને તેમની પટ્ટી બાંધેલી છે. જેને જોઈને લાગી રહ્યુ છે કે તેમની પણ સારો મેથીપાક મળ્યો છે.  
 

સંબંધિત સમાચાર

Next Article