સૂરતની ડાયમંડ ફેક્ટરીના પાણીની ટાંકીમાં કોણે નાખી સલ્ફાસની ગોળીઓ ? પાણી પીવાથી 118 વર્કર બીમાર

ગુરુવાર, 10 એપ્રિલ 2025 (15:23 IST)
પોલીસ હવે ફેક્ટરીના સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી છે જેથી એ જાણી શકાય કે ઝેરી દવા પાણીમાં કોણે અને કેવી રીતે નાખી. પોલીસે મામલો નોંઘી લીધો છે અને શંકાસ્પદની શોધ ચાલુ છે. આ ઘટનાના વિસ્તારમાં દહેશતનુ વાતાવરણ છે અને ફેક્ટરીના બાકી મજૂર પણ ગભરાયા છે. સ્વાસ્થ્ય વિભાગની ટીમ પણ ફેક્ટરીના પાણી અને અન્ય નમૂનાની તપાસ કરી રહી છે.  
 
સૂરત - ગુજરાતના સૂરત શહેરના કાપોદરા વિસ્તારમાં સ્થિત અનપ જેમ્સ નામની ડાયમંડ ફેક્ટરીમાં ઝેરીલુ પાણી પીવાથી 118 લોકો ની તબિયત અચાનક બગડી ગઈ. આ ઘટના ફેક્ટરીના પાણીના ટાંકીમાં સલ્ફાસની ગોળીઓ ભેળવ્યા બાદ સામે આવી. સૂરતના એસીપી આર પટેલે મામલાની માહિતી આપતા જણાવ્યુ કે કપોદરા હીરાબાગની નિકટ આવેલ મિલેનિયમ કૉમ્પલેક્સમાં અનાભ જેમ્સ કંપની આવેલી છે. જ્યા આજે સવારે કોઈએ પાણીમાં સલ્ફાસની દવાઓ નાખી દીધી હતી. કંપનીના મેનેજર અને અન્ય લોકો દ્વારા કપોદરા પોલીસ સ્ટેશનમાં આ સૂચના આપવામાં આવી જ્યારબાદ અમે તપાસ શરૂ કરી.   
 
118 લોકો હોસ્પિટલમાં દાખલ  
તેમણે જણાવ્યુ કે ઘટનામાં કુલ 118 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કોઈની હાલત ગંભીર નથી. FIR નોંધી લેવામાં આવી છે. સીસીટીવીના આધાર પર પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા 5 ટીમો ની રચના કરવામાં આવી છે બધી ટીમો કામમાં લાગી છે. અમારી પૂરી કોશિશ છે કે અમે જલ્દી દોષીને પકડીએ. દરેક એંગલ થી મામલાની તપાસ કરવામાં આવી રહી છે.  
 
મજૂરોએ કરી હતી માલિકને ફરિયાદ 
એવુ બતાવાય રહ્યુ છે કે ફેક્ટરી મજૂરી પહેલા જ પાણીના સ્વાદને લઈને ફેક્ટરી માલિકને ફરિયાદ કરી હતી. મજૂરોનુ કહેવુ હતુ કે પાણીમાં કંઈક વિચિત્ર ગંધ અને સ્વાદ હતો. જેના કારણે તેમની તબિયત બગડવા માંડી.  જેના પછી ફેક્ટરી સંચાલકે પાણીની તપાસ કરાવી. તો ચોંકાવનારી માહિતી સામે આવી કે ફેક્ટરીના વોટર ફિલ્ટર  
પ્લાંન્ટમાં સલ્ફાઝની ગોળીઓ જોવા મળી  ઘટના પછી ફેક્ટરીના સંચાલકે બધા બીમાર મજૂરોને સૂરતના કિરણ હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. તેમાથી બે મજૂરોની હાલત ગંભીર છે.  જ્યારે કે બાકીના મજૂરો ખતરાની બહાર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર