ટ્રાફિકના નિયમોનું કડક પણે પાલન થયા તે માટે ટ્રાફિક પોલીસ કડક વલણ અપનાવી રહ્યું છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ઈ મેમો ફટકારવામાં આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં જ ઈ મેમોની 110 કરોડ રૂપિયાની રકમ રિકવર કરવાની બાકી છે એટલે કે આટલી મોટી રકમના ઈમેમો લોકોએ ભર્યા નથી. જોકે, હવે સુરત ટ્રાફિક પોલીસ પણ આ રકમને રિકવર કરવા માટે એક્શનમાં આવી ગઈ છે.
સુરત પોલીસે 110 કરોડની ઈમેમો રકમને રિકવર કરવા માટે તૈયારીઓ કરી લીધી છે. વધુ મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક પોલીસે ઈમેમો રિકવર કરવા માટે ટીમ તૈયાર કરી છે. જે લોકો દંડ નહીં ભરતા એ લોકો દંડ નથી ભરતા એ લોકો સામે આ ટીમ કડક પગલાં લેશે. માહિતી પ્રમાણે સુરતમાં સૌથી વધારે ઈમેમો રિક્ષા ચાલકોના છે. આ ઉપરાંત કેટલાક લોકો એવા પણ છે જેમને 100થી પણ વધારે ઈ મેમો ફટકારવામાં આવ્યા છે છતાં પણ તેમણે દંડની રકમ ભરી નથી. આવા લોકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવશે. પોલીસ સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે સુરત શહેરમાં છેલ્લા પોણા સાત વર્ષમાં વાહન ચાલકોને 46.76 લાખ ઈ મેમો આપીને રૂ. 121 કરોડનો દંડ ફટકાર્યો છે. ગત મહિનામાં સુરત પોલિસ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મેન્યુઅલી ટ્રાફિક નિયમોનો દંડ આપવાની સાથે વાહન ચાલકોને ઇમેમો દ્વારા દંડ ફટકારવામાં આવે છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી સુરતીઓ દ્વારા ઇ મેમોના દંડ ભરવામાં ઉદાસીનતા બતાવવાની સાથે ઇગનોર કરતા આખરે સુરત ટ્રાફિક પોલિસ દ્વારા મહતમ દંડ હોવા છતા પણ નહિ ભરનાર 1700 લોકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમણે 100 વારથી વધુ દંડ મળ્યો હોવા છતા પણ દંડ નથી ભર્યો એવા લોકો પણ છે. સુરત ટ્રાફિક પોલિસ ડીસીપી પ્રસાંત સુંબેએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત ટ્રાફિક પોલિસ દ્વારા સુરત આરટીઓને પણ તમામ ડેટા મોકલવાની શરૂઆત કરી દીધી છે, જેથી વાહન માલીક ફેર બદલ દરમિયાન જો ઇ-મેમોના દંડ ભરવાના બાકી હશે તો તે પણ ટ્રાન્સફર થઇ શકશે નહી.