ઉલ્ટી થતા બાળકે બારીમાંથી બહાર કાઢ્યુ માથુ, અચાનક ડ્રાઈવરે વાળી સ્કુલ બસ અને માથુ થાંભલાને અથડા

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (17:53 IST)
ગાઝિયાબાદના મોદીનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી શાળાની બસમાં જઈ રહેલા એક માસૂમ બાળકનું માથું રોડની બાજુના થાંભલા સાથે અથડાયું હતું. ઉતાવળમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં બાળકનું મોત નીપજ્યું. બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. આ કરૂણ અકસ્માત બાદ બાળકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
 
મળતી માહિતી મુજબ, નીતિન ભારદ્વાજ સુરતની મોદીનગરની સિટી કોલોનીમાં પત્ની નેહા, પુત્ર અનુરાગ અને પુત્રી અંજલી સાથે રહે છે. તેમનો 11 વર્ષનો પુત્ર અનુરાગ ભારદ્વાજ મોદીનગર હાપુડ માર્ગ પર આવેલી દયાવતી પબ્લિક સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. તે પોતાના ઘરેથી સ્કૂલ બસ દ્વારા શાળાએ આવતો હતો. આજે પણ અનુરાગ સ્કૂલ બસમાં બેસીને તેની શાળામાં જઈ રહ્યો હતો. અચાનક તેને ઉલ્ટી થઈ અને તેણે ઉલ્ટી કરવા માટે બસની બારીમાંથી મોં બહાર કાઢ્યુ આ દરમિયાન અચાનક બસના ચાલકે બસને વાળી દીધી.  આ પછી અનુરાગનું માથું રોડની બાજુમાં આવેલા ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું અને તે ગંભીર રીતે ઘાયલ થયો. બસના ડ્રાઈવરે ત્યારબાદ આ વાતની જાણકારી સ્કૂલ મેનેજમેન્ટને આપી અને તે સ્થળ પરથી ભાગી ગયો અને બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે બાળકના પરિવારજનો બસ ડ્રાઈવર અને સ્કૂલ મેનેજમેન્ટને જ દોષી ઠેરવી રહ્યા છે.
 
 
શાળાના કેમ્પસમાં પ્રિસિંપલ સાથે થઈ મારામારી 
 
જેવી જ આ વાતની માહિતી બાળકના પરિવારને મળી તો તેના પરિવારમાં કોહરામ મચી ગયો. ત્યારબાદ બાળકના પરિવાર અને તેની સાથે કેટલાક પડોશમાં રહેનારા લોકો શાળામાં પહોચ્યા. જ્યા પ્રિસિપલ સાથે ખૂબ વિવાદ થયો. આરોપ તો એ પણ છે કે ગુસ્સામાં લોકોએ પ્રિંસિપલ સાથે મારઝૂડ કરી. તેની સૂચના પોલીસને આપવામાં આવી. સૂચના મળતા ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે હાલ મૃતક બાળકની બોડીને જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી અને શાળાના પ્રિંસિપલની ધરપકડ કરીને બસ ડ્રાઈવરની શોધ શરૂ કરી દીધી છે. 

સંબંધિત સમાચાર

Next Article