સારંગપુર હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા હોબાળો

Webdunia
સોમવાર, 31 ડિસેમ્બર 2018 (13:39 IST)
બોટાદ ના સુપસિધ્ધ સારંગપુરના કષ્ટભંજન હનુમાનજી મહારાજ ને શાંતાકલોઝના વાઘા પહેરાવતા હિન્દુ સંગઠનો એ ભારે હંગામો કર્યો હતો. ભારે વિરોધ સાથે તેમણે સારંગપુર મંદિરના તંત્રને વાઘા હટાવવાની ઝડપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 
સાંરગપુર સ્વામીનારાયણ મંદિર ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાંથી એક છે અને શ્રદ્ધાળુઓથી ભરચક રહે છે. મંદિર પ્રશાસને મંદિરની પ્રસિદ્ધિ મામલે ઓનલાઇન સેવા પણ શરુ કરેલ છે. જે દરમિયાન ક્રિસમસ તહેવારો નિમિત્તે હનુમાનજીને શાંતાકલોઝના વાઘા પહેરાવીને તેના ફોટા મંદિરની સત્તાવાર વેબસાઇટ પર મૂક્યા હતા. 
સ્થાનિક હિન્દુ સંગઠનોના ધ્યાનમાં આ વાત આવતા તેમણે મંદિર તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે વાઘા બદલવાની માગ સાથે વેબસાઇટ પરથી ફોટા ડિલીટ કરવા જણાવ્યું હતું.  સ્થાનિક હિન્દુ સંગઠન મુજબ, મંદિરની આ પ્રકારની હરકતે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી હતી, જેને ક્યારે પણ સહન કરવામાં નહી આવે. તેમના મુજબ હનુમાનજીને  શાંતાકલોઝના વાઘા પહેરાવવા તેમનું અપમાન છે અને પ્રસિદ્ધિ મુજબ મંદિર તંત્રએ તેની મર્યાદાઓ જાળવવી જોઇએ.

સંબંધિત સમાચાર

Next Article