અમદાવાદ એરપોર્ટનો રન-વે 31 જાન્યુઆરી સુધી 9 કલાક માટે બંધ રહેશે, સવારે 9 થી સાંજે 6 સુધી રન-વે રિકાર્પેટિંગની કામગીરી થશે

Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (13:29 IST)
અમદાવાદ એરપોર્ટ ખાતે હાલમાં પ્રતિદિન 136  ફ્લાઇટના આવાગમન થાય છે. રિકાર્પેટિંગની કામગીરી શરૃ થતાં જ તેમાં ઘટાડો થઇ ૧૦૩ ફ્લાઇટોના ડિપાર્ચર-એરાઇવલ થઇ જશે. આમ, અમદાવાદ એરપોર્ટમાં પ્રતિદિન ૩૩ ફ્લાઇટની અવર-જવર બંધ રહેશે જ્યારે ૧૫ ફ્લાઇટને રીશેડયૂલ કરાશે. ૧૭ જાન્યુઆરીથી ૩૧ મે દરમિયાન મોટાભાગની ફ્લાઇટને સવારે ૯ પહેલા અને સાંજે ૬ બાદ જ ઓપરેટ કરવામાં આવશે.અગાઉ સાડા ત્રણ કિ.મી લાંબા રન-વે (૩૩૦૦ મીટર) રિ-કાર્પેટિંગ કરવાનો દિવાળીના તહેવારોમાં કરવા નક્કી કરાયુ હતુ. પરંતુ કોરોના બાદ માંડ શરૃ થયેલી ડોમેસ્ટિક ફલાઇટોના અનેક શેડયુલ ખોરવાય નહીં અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો ન પડે માટે અનેક રજૂઆતો બાદ આ નિર્ણયમાં ફેરફાર કરી આગામી જાન્યુઆરી મહિનાના પ્રારંભે કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ વાઇબ્રન્ટ સમિટને પગલે રન-વે રિસરફેસિંગની કામગીરી ૧૭ જાન્યુઆરીએ લઇ જવાનો નિર્ણય લેવાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક સેક્ટરમાં સૌથી વધુ ફલાઇટ ઇન્ડિગોની છે જેના પ્રતિદીન ૫૦ જેટલા ડિપાર્ચર-એરાઇવલ છે હવે રન-વેના રિ-કાર્પેટિંગના પગલે ઘટીને અંદાજીત ૩૮ જેટલા થઇ જશે. તેવી જ રીતે ગો અને સ્પાઇસજેટના પ્રતિદીન ૩૨-૩૨ ફલાઇટોના ડિપાર્ચર-એરાઇવલ છે જે ઘટીને ૨૫-૨૫ થઇ જશે. ઇન્ડિગોએ તેમના વ્યસ્ત રૃટ પર ચાલતી કેટલી ફલાઇટોને વડોદરાથી ઓપોરેટ કરવાનું પણ નક્કી કર્યુ છે. જેમાં મુંબઇ અને દિલ્હી, ગોવાનો સમાવેશ થાય છે. રન-વે રિકાર્પેટિંગના સમયમાં અનેક ફેરફારોના કારણે એરલાઇન કંપનીઓએ બુકીંગ સિસ્ટમ પર ઓપન રાખ્યા હતા. તેવા ઘણાય મુસાફરોએ એડવાન્સ બુકીંગ પણ કરી દીધા છે તેમની ફલાઇટ રદ ન થાય મુસાફરોના હાલાકીનો સામનો ન કરવો પડે માટે એકબીજા સેક્ટરની ફલાઇટો મર્જ કરી મુસાફરોને સેવા આપશે. સ્ટાર એરની કિશનગઢ અને ટ્ જેટની પોરબંદર, કંડલા ફલાઇટને બંધ કરવામાં આવશે. જેસલમેરની ફલાઇટના સમયમાં ફેરફાર કરી સવારે ૭  વાગે ઓપરેટ કરવા હાલ સંભવિત જાહેરાત કરાઇ છે. એર ઇન્ડિયાની એકપણ ફલાઇટને અસર થશે નહીં.

સંબંધિત સમાચાર

Next Article