પ્રાપ્ત માહિતી અનુસાર બગોદરા હાઈવે નજીક મોડી રાત્રે ઇકો કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પરિવાર ખેડા જિલ્લાના વારસંગ બરોડાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પરિવાર વારસંગ બરોડાથી નીકળી બરવાળા ખાતે ઠાકોર પરિવાર દર્શન માટે જતો હતો. તે દરમ્યાન રસ્તામાં ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતની ઘટના સર્જાઇ હતી.
મળતી માહિતી અનુસાર ઇકો કારમાં સવાર ત્રણ મહિલા અને બે પુરુષ સહિત 5 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જોકે 10 આ બનાવમાં 10 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે 108 મારફતે ધોળકાની હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતનો ભોગ બનનાર 4 બાળક, 5 પુરુષ અને 6 મહિલાઓ હતી.