જોખમી કચરાના પુન:ઉપયોગ કરનારા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર ના પ્રયત્નોથી વચગાળાની ટ્રાયલ પરવાનગી થકી રાહત

Webdunia
શનિવાર, 23 એપ્રિલ 2022 (12:53 IST)
ગુજરાતના ઔદ્યોગિક એસોસીએશનના પ્રતિનિધી દ્વારા માનનીય મુખ્યમંત્રીની મુલાકાત લઇ રાજ્ય સરકારના અસરકારક અને ઝડપી પ્રયત્નોને કારણે કેંદ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને વચગાળાના ટ્રાયલ રન પરવાનગી બાબતે જે રાહત આપી તે માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો. રાજ્યમાં આવેલ કેમીકલ, ફાર્માસ્યુટીકલ, પેસ્ટીસાઇડ જેવા ઉધ્યોગો જેમાંથી જોખમી કચરો નીકળે છે તેના પુન:વપરાશ માટે ભારત સરકારના નિયમ મુજબ એસ.ઓ.પી બનાવવાની જરૂર હતી. આ કામગીરી માટે ભારત સરકારે સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત પ્રદૂષણ નિયત્રંણ બોર્ડને સત્તા આપી છે. 
 
આ માટે જી.પી.સી.બી દ્વારા કાર્યભારણ વધુ હોવાના કારણે વચગાળાની નીતિ બનાવેલ. પરંતુ આ બાબતે સી.પી.સી.બી દ્વારા ધ્યાન દોરી આ કામગીરી બંધ કરવા સુચના આપી હતી.
જેના પરિણામે ઉદ્યોગોને ભવિષ્યમાં થનાર મુશ્કેલીઓનો સરકારને અંદાજ આવતા તાત્કલિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકારમાં રજુઆત કરતા એક જ દિવસમાં આ પ્રશ્નોનું નિરાકરણ લાવી એસ.ઓ.પી બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સીપીસીબીએ હુકમ કર્યો છે.
 
સીપીસીબી દ્વારા જીપીસીબીની રજુઆત માન્ય રાખેલ છે જે ઉદ્યોગો માટે ઘણી રાહતકારક છે આ નિર્ણય જોખમી કચરો ઉત્પન્ન કરનારા તથા તેનો પુન:વપરાશ કરતા તમામ એકમો અને ખાસ કરીને ડાઇઝ-ડાઇઝ ઇન્ટરમિડીએટ, ફાર્માશ્યુટીકલ, પેસ્ટીસાઇડ જેવા સેક્ટરોના ઉદ્યોગોને ફાયદાકારક નિવડશે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના, માનનીય પર્યાવરણ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે સરકાર હંમેશા ઉદ્યોગોના પ્રશ્નોને હલ કરવા પ્રયત્ન શીલ છે. આ તબક્કે તેમણે તમામ ઔદ્યોગિક એસોસીએશનને આગળ આવી જોખમી કચરાના પુન:વપરાશ માટે બાકી રહેલ એસ.ઓ.પીનું કાર્ય ખૂબ જઝડપથી પૂર્ણ કરવામાં સહયોગ આપવા અપીલ કરી વધુમાં તેઓએ આવનારા ભવિષ્યની ચિંતા કરી પર્યાવરણની સુરક્ષા માટે તમામ પ્રયાસો કરવા જણાવ્યું હતું.
 
પર્યાવરણ મંત્રી કિરીટ સિંહજી રાણાએ ઉદ્યોગ સંતુલિત વિકાસના પથ ઉપર આગેકૂચ કરે અને રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારની કટિબધ્ધતા વ્યક્ત કરેલ. એસોસીએશનના પ્રતિનિધી દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારનો ગુજરાતના ઉદ્યોગોના પ્રશ્નોનો ફક્ત બે દિવસમાં ત્વરિત નિકાલ લાવવા માટે આભાર પ્રગટ વ્યક્ત કર્યો હતો. 
 
માનનીય મુખ્ય મંત્રી દ્વારા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ઉદ્યોગોના પ્રશ્નોને હલ કરવા માટે કાયમ કટિબધ્ધ છે. તેઓએ જણાવેલ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉદ્યોગોમાં સંતુલિત વિકાસ માટે લીધેલ પગલાંને લીધે ગુજરાત રાજ્યની આર્થિક સ્થિતી દેશભરમાં સૌથી સારી છે. તેઓએ તમામ ઔદ્યોગિક એસોસીએશનના પ્રતિનિધીઓને પર્યાવરણના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. આમ રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોના પરિણામે જોખમી કચરાના પુન:વપરાશ માટેના હકારાત્મક નિર્ણયને પરિણામે ઉદ્યોગ જગતમાં આનંદની લાગણી પ્રસરી છે.

સંબંધિત સમાચાર

Next Article