ડ્રગ્સના દૂષણને ડામવા રાજકોટ પોલીસ એક્શન મોડમાં

Webdunia
ગુરુવાર, 9 જૂન 2022 (17:28 IST)
ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સના જપ્ત થવાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં આટલુ ડ્રગ્સ કોણ સપ્લાય કરે છે અને કોણ મંગાવે છે તેના પર હજુ સુધી કોઈએ વધુ ધ્યાન નથી આપ્યુ. ડ્રગ્સ પકડાયુ ત્યા સુધી તો ઠીક છે પણ કેટલીકવાર એવુ પણ બનતુ હશે કે ડ્રગ્સ ન પકડાય અને ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય થઈ જાય તો ગુજરાતના યુવાનોને કોણ બચાવશે ? આ માટે રાજ્યના વિવિધ શહેરોની પોલીસ અને સમાજ સૌએ જાગૃત રહેવાની જરૂર છે. 
 
આ જાગૃતતાના જ એક ભાગ રૂપે રાજકોટમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ હવે એક્શન મોડમાં આવ્યા છે. તેઓએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પીજીમાં જે વિદ્યાર્થીઓ એકલા રહેતા હોય છે. આ વિદ્યાર્થીઓની સ્વતંત્રતા પરિવાર સાથે રહેતા વિદ્યાર્થીઓ કરતા વધારે હોય છે. આથી આ વિદ્યાર્થીઓ માટે ઇઝી ટાર્ગેટ હોય છે. આથી જે વિદ્યાર્થીઓ પીજી તરીકે રહે છે તે મકાનોનો સરવે કરાવી ત્યાં પણ આપણે સર્વેલન્સ ગોઠવી કાર્યવાહી કરવામાં આવશે.
 
ડ્રગ્સ પર ઝુંબેશ 
દેશના અન્ય ભાગોમાં ડ્રગ્સનું દૂષણ સામે આવ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ કેટલાક સમયથી ડ્રગ્સ પર ઝુંબેશ ચલાવવામાં આવી છે. તે રીતે રાજકોટ શહેર પોલીસે પણ ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને રાજકોટ શહેર સૌરાષ્ટ્રના શિક્ષણનું હબ છે. છેવાડાના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવ માટે રાજકોટ આવે છે. એ લોકોની ચિંતા રાજકોટ શહેર પોલીસને પણ છે.
 
અવેરનેશ કાર્યક્રમો  
પોલીસ પણ કટિબદ્ધ છે કે, આ ડ્રગ્સનું દૂષણ છે તે વિદ્યાર્થીઓ સુધી ન પહોંચે. એના માટે સમયે સમયે ઇનપુટ અમને ત્યાંથી મળતા રહે છે. અગાઉ ડ્રગ્સ પેડલિંગમાં જે લોકો પકડાયા છે તેના પર પગલા લીધા છે. ડ્રગ્સનું વેચાણ થતું હોય તેવી તમામ જગ્યા પર અમારા અધિકારીઓની વોચ ગોઠવવામાં આવી છે. તેમજ તેમના પર સર્વેલન્સ પણ ગોઠવવામાં આવ્યા છે. સાથોસાથ શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં અવેરનેશ કાર્યક્રમો યોજવાના છીએ. હું વિશ્વાસ આપું છું કે ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજકોટ પોલીસ પૂરા પગલા લેશે.

સંબંધિત સમાચાર

Next Article