વરસાદે વિનાશ નોતર્યો: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, ક્યાંક પતરાં ઉડ્યા તો ક્યાં વૃક્ષો ધરાશાયી થયા

Webdunia
સોમવાર, 27 જૂન 2022 (11:15 IST)
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. રાજયના 138 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં 3 ઈંચ નોંધાયો છે. તો ઉમરપાડામાં 2.5 ઈંચ અને જાંબુઘોડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકાઓમાં 1 ઈંચ થી વધુ વરસાદ પડ્યો છે. 
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપી, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ સારા વરસાદની આગાહી કરાઇ છે. આથી ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા અંગેની સૂચના અપાઇ છે. જો કે, બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાવાસીઓએ હજુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.
ત્યારે આગામી મુજબ વરસાદની એન્ટ્રી થતાં દક્ષિણ ગુજરાત, સુરેન્દ્રનગર, રાજકોટ અરવલ્લી, ગોધરા, ડાકોર , બોટાદ સહિતના વિસ્તારોમાંથી તારાજીની તસવીરો સામે આવી છે. જેમાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા તો ક્યાંક મકાનોના પતરા ઉડી ગયા હતા. તો બીજી તરફ અવકાશી વિજળીએ પણ વિનાશ નોતર્યો હતો. વાવાઝોડાના વૃક્ષો ધરાશાયી થતાં ક્યાંક રસ્તા બંધ ગઇ ગયા હતા તો ક્યાંક ગાડીઓનો કચ્ચરણખાણ વળી ગયો હતો. 
રવિવારે સાંજે વાવાઝોડા પડેલા વરસાના લીધે અમદાવાદમાં નાના મોટા મળીને કુલ 103 વૃક્ષો ધરાશાયી થયા છે. પાટડી અને ગોરીયાવટ વચ્ચે ચક્રવાતના લીધે અનેક વૃક્ષો, વીજપોલ અને મકાનના પતરાઓને નુકશાન થયું હતું તો આ તરફ પિસાલ અને ઇપલોડા ગામે વાવાઝોડા સાથે વરસાદ, 10 જેટલા મકાનોના પતરાં ઉડી ગયા હતા. આ ઉપરાંત ડાકોર-કપડવંજ હાઈવે પર રસાદ અને ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી વાહનવ્યવહારને અસર થઇ હતી.

સંબંધિત સમાચાર

Next Article