ગુજરાતમાં આ દિવસોમાં થશે માવઠું, ગરમીથી બેહાલ લોકોને મળશે ઠંડક

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (16:55 IST)
એક સપ્તાહ કાળઝાળ ગરમી ૫ડ્યા બાદ હવે રાજ્યના વાતાવરણમાં ૫લટો આવ્યો છે. ત્યારે આ સપ્તાહ દરમિયાન લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળવાની સાથે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી માવઠુ થવાની શક્યતા ૫ણ વ્યક્ત કરવામાં આવી છે. આગામી તા.૬, ૯ કે ૧૦ એપ્રિલના રોજ ગુજરાતમાં માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસમાં ૫શ્ચિમી ૫વનો તેજ થવાની સાથે રાજ્યમાં આકાશમાં છૂટાછવાયા વાદળો બંધાશે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે. જો કે વાતાવરણની આ અસ્થિરતા ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. જેના કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં પણ કમોસમી વરસાદી ઝા૫ટા ૫ડશે. ખાસ કરીને દક્ષિણ ભારતનો વિસ્તાર વાતાવરણના આ ૫લટાથી વધુ અસરગ્રસ્ત છે. જો કે લોકો માટે ખુશીના સમાચાર એ છે કે તેમને ઉનાળાની અસહ્ય ગરમીમાંથી છૂટકારો મળશે. ગત સપ્તાહની સરખામણીએ તાપમાનનો પારો આ સપ્તાહમાં નીચો રહેશે. તેમજ સૌથી વધુ ગરમ શહેરોમાં મહત્તમ તા૫માન માંડ 40-41 ડિગ્રી સુધી ૫હોંચે તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

Next Article