-ભરશિયાળે વરસાદની આગાહી
- રાજ્યમાં ત્રણ દિવસ સળંગ વરસાદ
- વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના
Weather news- હવામાન વિભાગે રાજ્યમાં ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે જેને કારણે રાજ્યમાં ત્રણ દિવસ સળંગ વરસાદ વરસશે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. જોકે તે પછીના બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.
જો કે 3 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થશે
રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડી જ્યારે 3 દિવસ બાદ ગરમીનો અહેસાસ થશે. હવામાન વિભાગે રાજ્યમાં ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટશે. હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાવાને કારણે હવામાનમાં ગરમીમાં ઘટાડો નોંધાશે.