Weather Updates- હાડ થીજવતી ઠંડી, આ જીલ્લામાં સૌથી ઓછું તાપમાન

શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (08:05 IST)
ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. 
 
22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે.  એટલે સિઝનમાં પહેલીવાર નલિયા ઠંડુગાર બન્યુ છે. કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ તાપમાન 13.2 ડિગ્રી રહેવાની સાથે સાથે ગાંધીધામ અને અંજાર સહિતનો વિસ્તાર રાજ્યમાં બીજા ક્રમે ઠંડોગાર બન્યો છે. 
 
ઠંડીથી ધ્રુજવા માટે તૈયાર થઈ જાઓ, આગામી 2 દિવસમાં પારો 5 ડિગ્રીથી નીચે પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે એટલે કે સોમવારે (18 ડિસેમ્બર) મહત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી રહેશે. પહાડોમાં હિમવર્ષા શરૂ થતાં અહીં ઠંડી વધવા લાગી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર