પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપ્યું ત્યારબાદથી પંજાબમાં હડકંપ મચેલો છે. નવા મુખ્યમંત્રીની રેસમાં ઘણા લોકોના નામ સામે આવી રહ્યા છે. અંબિકા સોનને મુખ્યમંત્રી બનવાની ઓફસ કોંગ્રેસે આપી હતી. પરંતુ તેણે તે ઓફર નકારી દીધી. ત્યારે આવા સમયે કોંગ્રેસના સમર્થકો પ્રિયંકા ગાંધીને મુખ્યમંત્રી બનવા માટે અપીલ કરી રહ્યા છે.
સુનીલ જાખડનું CM પદે સૌથી આગળ નામ સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે પંજાબમાં મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં ઈન્ટરનલ વોટિંગ થઈ છે. જેમા સુનીલ જાખડને સૌથી વધારે વોટ મળ્યા છે. જ્યારે સુખવિંદર સિંહ રંઘાવા બીજા નંબરે આવે છે અને ત્રીજા નંબરે પરનીત કૌર આવે છે.