વર્લ્ડ કપમાં શરૂઆતના રાઉન્ડ 17 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં 4 ટીમો સુપર-12માં જગ્યા બનાવશે. તો 8 ટીમો સીધી સુપર-12માં પહોંચશે. આ 8 ટીમોની વર્લ્ડ કપની દાવેદારી વિશે જાણો...વેસ્ટ ઇન્ડિઝ-મોટા સ્ટાર્સની વાપસીથી ચેમ્પિયનને આશાબેટિંગ: ગેલની હાજરીથી ટોપ ઓર્ડર મજબૂત. પોલાર્ડ-પુરન-રસેલનું બેટ ચાલ્યું તો હરીફ ટીમને તકલીફ થઈ શકે છે.
બોલિંગ: રામપાલની 6 વર્ષ બાદ વાપસી. થોમસ, એલેન, વોલ્શ પાસેથી મદદ મળશે.
ઓલરાઉન્ડર: પોલાર્ડ, બ્રાવો, રસેલ કોઇ પણ પ્રકારની બોલને બાઉન્ડ્રી બહાર મોકલી શકે છે.નબળાઈ: લાંબી ઇનિંગ રમનાર ખેલાડી નહીં.અમારુ મંતવ્ય: બીજી સૌથી મજબૂત દાવેદાર.પ્લેયર ટુ વોચ: નિકોલસ પુરન.ઇંગ્લેન્ડ-વન-ડે વર્લ્ડ કપ જીતથી આત્મવિશ્વાસ વધશે.
બેટિંગ: બેયરસ્ટો, બટલર જેવા સ્ટ્રાઇકર. નંબર-1 મલાન અને લિવિંગસ્ટોન પણ મજબૂત ખેલાડી. મોર્ગન-મોઇનના હોવાથી મદદ મળશે.બોલિંગ: મિલ્સની સુપર સ્પીડ બોલિંગ. જોર્ડન, વોક્સ, વુડની ગતી. સ્પિનર્સ મહત્વના.ઓલરાઉન્ડર: અલી, સેમ કરન, વિલે, વોક્સ જેવા ઘણા વિકલ્પ છે.નબળાઇ: સ્ટોક્સની ગેરહાજરી નડશે