T20 World Cupમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં, આઈસીસીએ કર્યુ એલાન

શુક્રવાર, 16 જુલાઈ 2021 (18:48 IST)
આઈસીસી ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુર્પ સ્ટેજમાં મેચ જોવા મળશે. ઈંટરનેશનલ ક્રિકેત કાઉંસિલે ભારત અને પાકિસ્તાનને સુપર 12ના ગ્રુપ-2માં સાથે રાખ્યા છે. સુપર 12માં બે ગ્રુપ છે, જેમા 6-6 ટીમો રાખવામાં આવી છે. ગ્રુપ-2માં ભારત સાથે પાકિસ્તાન, ન્યૂઝીલેંડ, અફગાનિસ્તાન, ગ્રુપ-એ ની રનરઅપ, ગ્રુપ બીની ચેમ્પિયન ટીમ રહેશે, 
 
બીજી બાજુ ગ્રુપ -1 માં ઈગ્લેંડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઈંડિઝ, ગ્રુપ-એની રનર અપ, ગ્રુપ બીની વિનર ટીમ રહેશે.  ગ્રુપ - એમાં શ્રીલંકા, આયરલેંડ, નીધરલેંડ ને નામિબિયાની ટીમો છે, જ્યારે કે ગ્રુપ બીમાં બાગ્લાદેશ, સ્કોટલેંડ, પપુના ન્યૂ ગિની અને ઓમાન છે. 
 
આ વખતે શ્રીલંકા, બાંગ્લાદેશ જેવી ટીમો પણ ટી20 વર્લ્ડકપ માટે ડાયરેક્ટ ક્વાલીફાઈ નથી કરી શકી. શ્રીલંકા અને બાંગ્લાદેશને સુપર-12 માટે ક્વાલિફાઈ કરવા માટે પોતપોતાના ગ્રુપમાં વિજેતા કે ઉપ-વિજેતા બનવુ પડશે. ગ્રુપની પસંદગી 20 માર્ચ 2021 ની રૈકિંગના હિસાબથી થઈ છે. ટી20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથે એ14 નવેમ્બરની વચ્ચે યૂનાઈટેડ અરબ અમીરાત (યુએઈ) અને ઓમાનમાં રમાશે. પહેલા ટી20 વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હતો પણ કોવિડ-19 મહામારીને કારને તેને યુએઈ શિફ્ટ કરવો પડ્યો. ટૂર્નામેંટની મેજબાની જો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની જવાબદારી જ હશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર