IPL 2021- ઈગ્લેંડમાં રમાઈ શકે છે બાકીની 31 મેચ

ગુરુવાર, 20 મે 2021 (08:07 IST)
કોરોના વાયરસના વધતા કેસોને કારણે આ મહિનાની શરૂઆતમાં આઈપીએલ 2021ને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી.  હવે બીસીસીઆઈએ 29 મેના રોજ ઇમર્જન્સી સ્પેશ્યલ જનરલ મીટિંગ (એસજીએમ) બોલાવી છે. તેમા આઈપીએલ 2021 ની બાકીની મેચો માટે આયોજન સ્થળ અને આ વર્ષે ભારતમાં ટી 20 વર્લ્ડ કપ થશે કે નહી તેની ચર્ચા કરવાના છે. આ બેઠક વર્ચુઅલ રીતે યોજાશે. બીસીસીઆઈએ  ટી 20 વર્લ્ડ કપ માટે યુએઈનેના બેકઅપ તરીકે રાખ્યો છે અને હવે રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યુ છે કે આઈપીએલ 2021 ની બાકીની મેચ ઇંગ્લેન્ડમાં આયોજીત થઈ શકે છે
 
'ટાઇમ્સ ઓફ ઈન્ડિયા'ના એક અહેવાલ મુજબ,' ભારત આ વર્ષે ભારતમાં ટી -20 વર્લ્ડ કપ યોજવા માટે હજુ  પણ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ જો કોરોના વાયરસને કારણે વસ્તુઓ બદલાય તો પછી જૂન પછીનો નિર્ણય લઈ શકાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આઈપીએલ 2021 ની બાકીની મેચોનું આયોજન કરવા માટે યુકે સૌથી ઉપર છે. આવુ એટલા માટે કારણ કે ભારતે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમ્યા બાદ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે.
 
તેમાં કહેવામા આવ્યુ છે કે બીસીસીઆઈ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) ની સાથે મળીને ટેસ્ટ શ્રેણીની તારીખોમાં ફેરફાર કરી શકે છે. આ માટે હાલ  બંને બોર્ડ ચર્ચા કરી રહ્યા છે.  પરંતુ હજુ કંઈ પણ ઓફિશિયલી  જણાવ્યું નથી. બીસીસીઆઈ ઈચ્છે છે કે ઈસીબી જે રીતે ટેસ્ટ શ્રેણીમાં ફેરફાર કરવા માટે રાજી થાય તે કરી શકે છે. કારણ કે કાઉન્ટી ટીમો તેમાંથી કમાણી કરી શકે છે. બોર્ડને એ પણ ખબર છે કે આઇપીએલ 2021 ની બાકીની મેચની ઇંગ્લેન્ડમાં ખર્ચ તેના ખર્ચમાં વધારો કરી શકે છે, તેથી યુએઈ અને શ્રીલંકાના રૂપમાં બોર્ડ પાસે બે બેકઅપ વિકલ્પો પણ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર