Corona virus India update - કોરોનાના કેસ ઘટ્યા પણ નથી ઘટી રહ્યો મોતનો આંકડો, પહેલીવાર એક દિવસમાં 4525ના મોત

બુધવાર, 19 મે 2021 (09:22 IST)
ભારતમાં કોરોના વાયરસના નવા મામલા ભલે  3 લાખથી નીચે આવી ગયા હોય, પરંતુ આ ખતરો હજુ પણ કાયમ છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મૃત્યુના આંકડા ચિંતા ઉભી કરી રહ્યા છે, કારણ કે જ્યારે કોરોના પિક પર હતો ત્યારે પણ મૃત્યુના કેસો આટલા નહોતા વધ્યા. મંગળવારે દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 4525 લોકોનાં મોત નીપજ્યાં, જે આજ સુધીની સૌથી વધુ સંખ્યા છે. 6 મેના રોજ દેશમાં સૌથી વધુ કોરોના મામલા (4.14 લાખ)આવ્યા હતા, તે દિવસે કોરોનાથી ફક્ત 3920 લોકો જ મૃત્યુ પામ્યા હતા.
 
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 267174ના નવા કેસ આવ્યા છે, જે ગઈકાલના મુકાબલે પાંચ હજાર કેસ વધુ છે.  ગઈકાલે 2.63 લાખ કોરોના કેસ નોંધાયા હતા અને મૃત્યુની સંખ્યા પણ ઘટીને 4340 થઈ ગઈ હતી. આંકડા મુજબ, દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 25495144 પર પહોંચી ગઈ છે. તેમાંથી, સક્રિય કેસની સંખ્યા 21979703 છે. આજે મંગળવારે લગભગ 3.89 લાખથી વધુ કોરોના દર્દીઓ સાજા થયા છે. સોમવારે દેશમાં પ્રથમ વખત, એક જ દિવસમાંકોરોના સંક્રમણથી 4.2 લાખથી વધુ લોકો કોરોના સંક્રમણથી સાજા થયા હતા. 
 
દેશમાં  કોરોના વાયરસથી અત્યાર સુધીમાં સૌથી વધુ  4525 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાની કોઈપણ લહેરમાં એક જ દિવસમાં થનારા મોતની આ સૌથી વધુ સંખ્યા છે. મંત્રાલયના આંકડા  મુજબ 6 મેના રોજ કોરોનાના સૌથી વધુ કેસ હતા અને ત્યારે 4.14 લાખ નવા સંક્રમિત કેસ આવ્યા હતાં. પરંતુ બુધવારે આ આંકડો ભલે 2.67 લાખ પર આવી ગયો હોય પણ મોતની સંખ્યા વધી ગઈ છે. 
 
પોઝીટીવ કેસ રેકોર્ડ 1.63 લાખ ઘટ્યા 
 
આ દરમિયાન એક સારી વાત એ જોવા મળી કે એક દિવસમાં પોઝીટીવ કેસ રેકોર્ડ 1,63,232 ઘટ્યા છે.  મતલબ નવા સંક્રમણ ઘટવા સાથે પોઝીટીવ કેસ પણ ઝડપથી ઘટી રહ્યા છે. એક બાજુ જ્યા 8 મેના રોજ દેશમાં પોઝીટીવ કેસની સંખ્યા 37.23 લાખ હતી, તો બીજી બાજુ મંગળવારે તે ઘટીને 33.53 લાખ થઈ ગઈ છે. આગામી દિવસોમાં સક્રિય કેસ હજુ ઘટશે તો તેનાથી હોસ્પિટલો પર દર્દીઓનો ભાર ઓછો થશે અને તેઓ દર્દીઓની વધુ સારી સારવાર કરી શકશે. તેનાથી મૃત્યુઆંકમાં પણ ઘટાડો થશે.
 
10 રાજ્યોમાં સૌથી વધુ 76 ટકા મોતના મામલા 
 
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 10 રાજ્યોમાં સૌથી વધુ મોત છેલ્લા ચોવીસ કલાકમાં થઈ છે. તેમાં મહારાષ્ટ્રમાં 1200, કર્ણાટકમાં 476, દિલ્હીમાં 340, તામિલનાડુમાં 335, આંધ્રપ્રદેશમાં 271, ઉત્તરાખંડમાં 223, પંજાબમાં 191, રાજસ્થાનમાં 157, છત્તીસગઢમાં 149 અને પશ્ચિમ બંગાળમાં 147 મોતનો સમાવેશ થાય છે.
 
સંક્રમણની પીકથી 15 દિવસ સુધી મોતનો આંકડો ઊંચો રહી શકે છે  - વિશેષજ્ઞ 
 
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે કોરોના કેસના પિકથી આવનારા 15 દિવસ સુધી મૃત્યુનું પ્રમાણ વધુ રહેશે અને ત્યારબાદ તે ઘટવાનું શરૂ કરશે. વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસિન વિભાગના વડા પ્રોફેસર જુગલ કિશોરે જણાવ્યું હતું કે  સંકમણના પીક પર પહોંચવાની અસર આગામી 15 દિવસ સુધી રહી શકે છે. કારણ કે કોઈપણ વ્યક્તિ સંક્રમિત થાય છે તો તેને ઠીક થવામાં 15 દિવસનો સમય લાગે છે. તે સ્વસ્થ થઈ શકે છે અથવા તો તેનુ મોત થઈ શકે છે. 7 મે પછી, મૃત્યુના આંકડા આગામી 15 દિવસ સુધી મોતનો આંકડો સ્થિર રહી શકે છે. પણ જો તમે 7 મે પછીની સ્થિતિને જોશો તો તેમા ક્યારેક થોડો વધારો તો ક્યારેક ઘટાડો થયો છે. પરંતુ સંક્રમણના હિસાબથી ઘટાડો થયો નથી. નિષ્ણાતોના મતે, આ આંકડાઓમાં વાસ્તવિક ઘટાડો આવતા સપ્તાહથી શરૂ થશે કારણ કે તે 22-23 મેની વચ્ચેના આ 15-દિવસનીનો સમયગાળો પર કરી જશે.  આ પછી, મૃત્યુનો આંકડો ઘટવા લાગશે.
 
મે મહિનામાં કોરોના વિકરાળ થતો જઈ રહ્યો છે, આ આંકડાથી સમજો 
 
17 મે 2021: 263,045 નવા કેસ અને 4,340 મૃત્યુ.
16 મે 2021: 281,860 નવા કેસો અને 4,092 મૃત્યુ.
15 મે 2021: 310,822 નવા કેસ અને 4,090 મૃત્યુ
14 મે 2021: 326,123 નવા કેસ અને 3,879 મૃત્યુ
13 મે 2021: 343,288 નવા કેસ અને 3,999 મૃત્યુ.
12 મે 2021: 362,406 નવા કેસ અને 4,126 મોત .
11 મે 2021: 348,529 નવા કેસ અને 4,200 મોત 
10 મે 2021: 329,517 નવા કેસ અને 3,879 મોત 
9 મે 2021: 366,499 નવા કેસ અને 3,748 મોત 
8 મે 2021: 409,300 નવા કેસ અને 4,133 મોત 
7 મે 2021: 401,326 નવા કેસ અને 4,194 મોત .
6 મે 2021: 414,433 નવા કેસ અને 3,920 મોત 
5 મે 2021: 412,618 નવા કેસો અને 3,982 મોત 
4 મે 2021: 382,691 નવા કેસ અને 3,786 મોત .
3 મે 2021: 355,828 નવા કેસ અને 3,438 મોત 
2 મે 2021: 370,059 નવા કેસ અને 3,422 મોત 
1 મે 2021: 392,562 નવા કેસ અને 3,688 મૃત્યુ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર