PM Modi inaugurated the Greenfield International Airport in Rajkot
વડાપ્રધાન રાજકોટમાં સૌની યોજના લીંક-3 તથા KKV ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમણે રાજકોટમાં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તે ઉપરાંત રાજકોટમાં તેઓ KKV ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ રેસકોર્સ મેદાનમાં જંગી સભાને સંબોધન કરશે.આજે રાજકોટમાં હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું પ્લેન લેન્ડ થયું હતું. તેમણે એરપોર્ટ પર નિરિક્ષણ પણ કર્યું હતું અને રિબિન કાપીને એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન રાજકોટમાં સૌની યોજના લીંક-3 પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.
PM Modi inaugurated the Greenfield International Airport in Rajkot
હિરાસર એરપોર્ટ 1400 કરોડના ખર્ચે તૈયાર થયું
રાજકોટનું હિરાસર એરપોર્ટ 1400 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 2500 એકરમાં હિરાસર એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ એરપોર્ટના વિકાસ માટે 1500 એકર જમીન આપવામાં આવી હતી. જે પછી એરપોર્ટમાં 250 એકર ગ્રીન ઝોન, 524 એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવાઇ છે. કુલ 250 એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન સાંજે અમદાવાદ આવશે
વડાપ્રધાન મોદી રાજકોટ કાર્યક્રમ બાદ સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદવાદ એરપોર્ટથી સીધા રાજભવન જશે. રાજભવન પર સાંજે વિવિધ પ્રોજેક્ટ પર પીએમ મોદી બેઠક કરીને સમિક્ષા કરશે. રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. એરપોર્ટના ઉદ્ઘાટન પૂર્વે એરપોર્ટના સંચાલન માટે ગ્રીન સિગ્નલ આપતું લાયસન્સ સુપ્રત કરી દેવામાં આવ્યુ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન સંજીવકુમારના હસ્તે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનુ લાયસન્સ રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહને આપવામાં આવ્યું હતું.