અમદાવાદના પબ્લિક પ્લેસ પર કેટલી સલામત છે તે જાણવાનો પ્રયાસ કરતી પોલીસને કેટલાક ટપોરીઓએ ઇશારા કર્યા અને રીયલ લાઇફની મર્દાનીઓએ તેમને સબક શીખવાડી ને લોકપના સળિયા દેખાડ્યા હતા પોલીસે હવે કોઈની પણ આ પ્રકારે છેડતી કે કોમેન્ટ પાસ નહીં કરે તેવી પણ આ લોકો પાસે બાય ધરી લીધી હતી. આ પ્રકારની ગતિવિધિથી ત્યાં હાજર મહિલા અને યુવતીઓને ખૂબ જ આનંદ થયો હતો કારણ કે આવા લોકો માસુમ લોકોને પરેશાન કરે છે જ્યારે પોલીસ તેમની સાથે હોય ત્યારે પોતે સલામત હોવાનો અહેસાસ થયો હતો.
અમદાવાદ શહેરમાં પબ્લિક પ્લેસ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને એવી દરેક જગ્યા જા યુવક યુવતીઓ અને અવર-જવર થતી હોય તેવી જગ્યાએ ખરેખર શું સ્થિતિ છે તે જાણવા માટે અમદાવાદ શહેરના ઝોન વન ડીસીપી અને મહિલા પોલીસની ટીમ સતત કામ કરી રહી છે એમાં પણ ખાસ કરીને ડીસીપી કક્ષાના અધિકારી હોય કે કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી દરેક પોતાની ઓળખ છુપાવીને સામાન્ય લોકોની વચ્ચે નીકળી ગયા છે અને દરેક સલામત રીતે પોતાનું જીવન જીવી શકે તેવી લાગણી ઊભી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
બે દિવસ અગાઉ ઝોન વન ડીસીપી લવીના સિંહા પોતે ખાનગી ડ્રેસ માં પોલીસ કર્મચારીઓ સાથે એએમટીએસ બસમાં ટિકિટ લઈને સામાન્ય મુસાફરોની જેમ બેઠા હતા આ દરમિયાન યુવતીઓને સ્કૂલ કોલેજની આસપાસ ટ્રાવેલિંગ દરમિયાન કોઈ ખરાબ કોમેન્ટ કે ખરાબ વાતો અથવા ઇશારા થતા હોય તે જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રથમ દિવસે આમાં કશું જ મળ્યું નહીં પણ તેમને ખરેખર મહિલાઓને શું સામનો કરવો પડે છે તેને થોડું અંદાજ આવ્યો હતો .રવિવારે સાંજે એક પીએસઆઇ ના અન્ય કોન્સ્ટેબલ ડ્રેસ બદલીને એટલે કે સાદા કપડામાં રિવરફ્રન્ટ પેપર જઈ રહ્યા હતા સાંજના છ વાગ્યાથી બે થી ત્રણ કલાક સુધી આ મહિલાની ટીમ આ વિસ્તારમાં ફરી રહી હતી ત્યારે ત્યાં કેટલાક ટપોરીઓ પણ હાજર હતા જો આ મહિલા પોલીસને ઓળખી શક્યા નહીં અને આ મહિલા પોલીસ ત્યાંથી નીકળી ત્યારે કોમેન્ટ કરવા લાગ્યા હતા. ત્યારબાદ આવા ત્રણેક બનાવો બન્યા હતા જેના કારણે સાદા ડ્રેસમાં આવેલી મહિલા પોલીસ એ તેમને ખરેખર કાયદાની તાકાત બતાવી હતી અને કોઈપણ સામાન્ય વ્યક્તિને હવે હેરાન ના કરે તેવો સબક શીખવાડ્યો હતો.
આ અંગે મહિલા પીએસઆઇ અલ્પા વણઝારાએ જણાવ્યું હતું કે મારી સાથે આઠ એક મહિલા પોલીસ રિવરફ્રન્ટ વોક પેપર વોક કરી રહ્યા હતા ત્યારે અમારી મહિલા પોલીસ કોઈને શંકા ન જાય તે માટે સામાન્ય યુવતીઓની જેમ ફોટોગ્રાફી કરી રહી હતી ત્યારે અમારી પાછળથી ખરાબ કોમેન્ટ પાસ થઈ હતી એટલે અમારી મહિલા પોલીસની ટીમ સતર્ક હતી અને એક પછી એક અમે ત્રણ આવા લોકોને ઝડપી પાડ્યા છે તેઓ ભણેલા ગણેલા યુવકો છે તેમ છતાં આ પ્રકારની ગતિવિધિ કરતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે ઝોન વન ડીસીપી લવિના સિંહાએ જણાવ્યું હતું કે અમારી ટીમ હજી પણ સતત આ રીતે અલગ અલગ વિસ્તારમાં પબ્લિક પ્લેસ પબ્લિક ટ્રાન્સપોર્ટ માં ખાનગી ડ્રેસમાં ફરશે અને કોઈ પણ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે મહિલાઓ સાથે કોઈ એવી ઘટના બને તો તેઓ અમારો સંપર્ક કરે અમે તે દિશામાં તેમની મદદ પણ કરવા તૈયાર છીએ