વડોદરા જીમમાં થયેલ દુર્ઘટનાથી લોકો કાંપી ઉઠ્યા

Webdunia
સોમવાર, 27 માર્ચ 2017 (16:31 IST)
વડોદરાના જીમમાં થયેલ એક દુર્ઘટનાનો વીડિયો દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યો છે. તસ્વીરો તમને વિચલિત કરી શકે છે 
 
વીડિયો ગુજરાતના વડોદરા શહેરના પહેલવાન્ંજીમનો બતાવાય  રહ્યો છે. તેમા લેગ પ્રેસ એક્સરસાઈઝ કરતા એક યુવકને બતાવ્યો છે. કસરત દરમિયાન જ તેની સાથે ખૂબ જ ખરાબ ઘટના બની. સેકડો કિલોગ્રામનુ વજન તેના પગ સહન ન કરી શક્યા અને અચાનક તેનો ડાબો ઘૂંટણ તૂટી જાય છે. 
 
દુર્ઘટના પછી ઘાયલ યુવકને તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તેની હાલત સ્થિર છે. મીડિયા રિપોર્ટ મુજબ તેને સંપૂર્ણ રીતે ઠીક થવામાં ઓછામાં ઓછા 6 મહિના લાગશે. 
 
આ દુર્ઘટનાએ ફરી એકવાર બતાવ્યુ છે કે જીમમાં ટ્રેનરની સલાહ સાથે જ ખૂબ સાચવીને કસરત કરવી જોઈએ. ક્યારેક યુવાઓ જોશમાં ખૂબ વધુ વજન ઉઠાવવા માંડે છે. જેનાથી તેમના શરીર પર ખરાબ પ્રભાવ પડે છે.  


જીમ જાવ પણ ધ્યાન રાખો 
Next Article