પોતાની દિકરીને ઉછેરવા માટે આ મહિલા રોજ 30Ftના 30 ઊંચા ઝાડ પર ચઢે છે

Webdunia
બુધવાર, 20 જાન્યુઆરી 2021 (16:23 IST)
પરિસ્થિતિ ક્યારે કોઈ માણસને ક્યાથી કયા પહોંચાડી દે છે આ વાત કોઈ વિચારી શકતુ નથી.  જો વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં જીવવાનો દમ રાખે છે તો તે પરિસ્થિતિ સાથે લડે છે પણ તૂટતો નથી. લડવુ એ જ જીવન છે.  સાવિત્રીના જીવનમાં આવતા ચેલેંજ એક જંગ છે. તેની વય 33 વર્ષ છે પણ તેની પાસે કમાવવાનુ કોઈ સાધન નહોતુ તેથી તે તાડના ઝાડ પર ચઢીને રોજ તાડી કાઢે છે. Toddy વિશે એવુ કહેવાય છે કે આ એક રીતે ઝાડ પરથી નીકળનારી વાઈન હોય છે.  જે દક્ષિણભારતમાં ખૂબ ઉપયોગમાં લેવાય છે. 
 
સિંગલ મધર 
 
સાવિત્રી તેલંગાનાના Regode ગામની  રહેનારી છે. તેના પતિ પણ આ કામ કરતા હતા. પણ કાર્ડિયક અરેસ્ટને કારણે તેમનુ મોત થઈ ગયુ  વર્ષે 2016માં તેના પતિનુ મૃત્યુ થયુ હતુ. એ સમયે સાવિત્રી પ્રેગનેંટ હતી. પછી તેણે એક પુત્રીને જન્મ આપ્યો. 
 
પોતાનુ ખાનદાની કામ જ કરવા માંગતી હતી 
 
સાવિત્રીએ 10મા સુધી અભ્યાસ પણ કર્યો છે. જો કે તેમને નોકરઈ પણ મળી જતી પણ તેનુ માનવુ છે કે તે પોતાના પતિના આ ખાનદાની કામને જ કરવા માંગે છે. તે કહે છે કે  ભગવાને મને સજા આપી છે. પહેલા મારો પતિ છીનવી લીધો. પછી મારી પુત્રી જન્મી છે તેને પણ દવાની જરૂર પડે છે. મને તેને માટે પૈસા કમાવવા પડશે. 
 
પહેલા નહોતુ મળતુ લાઈસેંસ 
 
તે બતાવે છે કે પહેલા મને આ કામ માટે લાઈસેંસ નહોતુ મળી રહ્યુ. પણ મારી ઈચ્છા અને દ્રઢનિશ્ચયને કારણે મને લાઈસેંસ આપવામાં આવ્યુ. હુ સહેલાઈથી 30 ફીટના સીધા ઝાડ પર ચઢી જઉ છુ.  તેણે એ પણ કહ્યુ કે તે રોજ આવા 30 ઝાડ પર ચઢે છે.  એટલુ જ નહી તેને આ કામ કરવા માટે 10  કિલોમીટર સુધીની યાત્રા પણ કરવી પડે છે. આ કામ માટે તેને રોજના 350 રૂપિયા મળે છે. 
 

સંબંધિત સમાચાર

Next Article