ગુજરાતમાં આ 3 શહેરમાં નવી મેડિકલ કોલેજ બનશે, કેન્દ્ર સરકારે આપ્યા 195 કરોડ

Webdunia
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (10:26 IST)
આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ મિટીંગ યોજાઈ હતી, જેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મિટીંગમાં કેબિનેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે, રાજ્યમાં 3 શહેરોમાં નવી મેડિક કોલેજ બનશે, જેના માટે કેન્દ્ર સરકારે 195 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે કેબિનેટ મિટીંગ બાદ પ્રેસકોન્ફરન્સ યોજી માહિતી આપી. નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ત્રણ શહેરોમાં નવી સરકારી મેડિકલ કોલેજને મંજૂરી મળી ગઈ છે. જેને પગલે ત્રણ શહેરોમાં નવી સરકારી મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા 195 કરોડ રૂપિયા રાજ્ય સરકારને ફાળવવામાં આવ્યા છે. જેના પગલે ત્રણે કોલેજો માટે સરકારે જમીન ફાળવી છે. તેમણે આ મામલે વધુ વિગત આપતા કહ્યું કે, રાજ્યમાં નર્મદા-રાજપીપળા, નવસારી અને પોરબંદર એમ ત્રણ શહેરામાં મેડિકલ કોલેજ બનશે. નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, આ માટે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજ અને હોસ્ટેલ માટે જમીન ફાળવણી પણ કરવામાં આવી છે. નિતિનભાઈએ કહ્યું કે, સરકારી હોસ્પિટલોમાં નવા સુધારા વધારા પણ કરવામાં આવશે. એટલે કે સરકારી હોસ્પિટલોમાં લોકોને સારી સુવિધા મળી રહે તે માટે તેને અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સિવાય શાહપુરમાં એક સરકારી ચિલ્ડ્રન હોસ્પિટલ માટે પણ જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ કોલેજો આગામી વર્ષે જ કુલી જાય તેવા સરકારના પ્રયત્નો રહે

સંબંધિત સમાચાર

Next Article