ઉનામાં સ્કૂલમાં ચાલુ ક્લાસે ઝેરી મધમાખીનું ઝુંડ ઘૂસ્યું, 20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ

બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (14:23 IST)
ગુજરાતમાં ઉનાની શાળામાં વિદ્યાર્થીઓને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો છે. શાળામાં ચાલુ ક્લાસમાં મધમાખીઓનું ઝુંડ ઘુસી જતાં નાસભાગ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉનાના અમોદ્રા રોડ પર આવેલી ગુલીસ્તા સ્કૂલમાં ચાલુ ક્લાસે ઝેરી મધમાખીનું ઝુંડ ઘૂસી જતા વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી હતી. 20થી વધુ વિદ્યાર્થીઓને ઝેરી મધમાખીએ ડંખ મારી લેતા સારવાર માટે તમામને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્કૂલની પાસે આવેલી નાળિયેરીના ઝાડમાં ઝેરી મધમાખીનું ઝુંડ રહેતું હતું. આ અંગે સ્કૂલ દ્વારા વન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી છતાં કોઇ કાર્યવાહી ન કરતા આજે વિદ્યાર્થીઓના જીવ પર જોખમ આવ્યું છે. આથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર