મહાપાત્રાએ જણાવ્યું કે હાલની આગાહી મુજબ તે ભારે વાવાઝોડાના રૂપમાં 15મીએ સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ત્રાટકશે. આ દરમિયાન પવનની ગતિ 125-135 કિમી પ્રતિ કલાકની રહેશે, જે 150 કિમી પણ હોઈ શકે છે. વાવાઝોડાની ઝડપ કચ્છમાં મહત્તમ રહી શકે છે. માછીમારોને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી 15મી તારીખ સુધી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.