લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી હવે લોકડાયરાના કાર્યક્રમો નહીં કરે
bhikhudan gadhvi
પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ આજીવન લોકડાયરાના કાર્યક્રમો નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ડાયરામાંથી સંન્યાસ લીધો છે. તેઓ દેશ-વિદેશમાં ક્યાંય કાર્યક્રમો નહીં કરે. તેમણે આ માટે પોતાની વધતી વયનુ કારણ આપ્યુ. ભીખુદાન ગઢવી 77 વર્ષના છે. ભીખુદાન ગઢવીએ છેલ્લો ડાયરો જામનગરમાં કર્યો હતો. ભીખુદાનભાઈ ગઢવી ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેમના લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, લોક-ડાયરો માત્ર ગુજરાત જ નહીં, પણ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. જોકે હવે તેઓ ડાયરો કરતા નહીં દેખાય. ભીખુદાન ગઢવીને ભારતીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે.
01:20 PM, 4th Feb
Gujarat
: ચક્રવાતી હવાઓ વધારશે ઠંડી, જાણો શુ કહે છે IMD નો અપડેટ ?
Gujarat Weather Update: ગુજરાતમાં વર્તમાન દિવસે જ્યા ધીરે ધીરે ઠંડીની ઋતુ જતી દેખાય રહી છે. આ દિવસોમાં ગુજરાતમાંથી ઠંડી ધીમે ધીમે દૂર થઈ રહી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
11:40 AM, 4th Feb
ઉત્તરાખંડ પછી ગુજરાતમાં લાગુ થશે UCC, આજે CM ભૂપેન્દ્ર પટેલ કરી શકે છે મોટુ એલાન
Gujarat CM Bhupendra Patel
જાણવા મળ્યુ છે કે ગુજરાત સરકાર આજે યૂનિફોર્મ સિવિલ કોડને લઈને મોટુ એલાન કરી શકે છે. બપોરે 12.15 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક પ્રેસ કોંફ્રેસ કરશે જેમા UCC ની કમિટીને લઈને જાહેરાત થઈ શકે છે. અનુમાન છે કે આ કમિટીમાં 3 થી 5 સભ્ય હોઈ શકે છે.
11:37 AM, 4th Feb
GCAS Portal : જીકાસ પોર્ટલમાં સુધારો, હવે વિવિને પણ દેખાશે પ્રવેશ, ખાલી સીટોનો લાઈવ ડેટા
Gkas portal
નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માં પણ, GU, GTU, BAOU, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત 11 સરકારી યુનિવર્સિટીઓના સ્નાતક-અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ ફક્ત ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ પર નોંધણી દ્વારા જ આપવામાં આવશે. ગયા વર્ષે જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેનું પુનરાવર્તન અટકાવવા માટે પોર્ટલમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે
કોલેજ-વિવિ માં ખુલશે હેલ્પ સેંટર, ફ્રી નોંધણી
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે 11 સરકારી યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સાયબર કેફેમાં જવું નહી પડે. દરેક યુનિવર્સિટી અને કોલેજમાં સહાયક કેન્દ્રો ખુલશે, જ્યાં વિદ્યાર્થીઓ મફતમાં નોંધણી કરાવી શકશે.
11:23 AM, 4th Feb
જાનૈયાઓને ભોજનમાં કમી આવી તો વરપક્ષે કેન્સલ કર્યા લગ્ન
marriage
Gujarat Wedding Cancelled Due to Food: સૂરત જીલ્લામાંથી એક અનોખા અને હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહીં ખોરાકની કમીને કારણે લગ્ન સમારોહ અચાનક કેન્સલ કરવામાં આવ્યો. જે બાદ દુલ્હન પોલીસ પાસે ગઈ અને પોલીસે વચ્ચે પડીને સમજાવીને પોલીસ સ્ટેશનમાં જ વિધિ પૂરી કરાવી. દુલ્હને કહ્યું કે વરરાજા તેની સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તેનો પરિવાર સંબંધ તોડવા માંગે છે. દુલ્હનની ફરિયાદ સાંભળ્યા પછી, પોલીસે આ મામલે હસ્તક્ષેપ કર્યો.
10:20 AM, 4th Feb
વૃદ્ધ મહિલાને પુત્ર અને પુત્રવધુએ માર માર્યો, પોલીસે પણ સાંભળી નહી ફરિયાદ
GUJARAT TRAFFICE POLICE
પુત્ર અને પુત્રવધુએ માર માર્યાની ફરિયાદ લઈને વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસે વૃદ્ધ મહિલાને કલાકો સુધી બહાર પગથીયા પર બેસાડી રાખ્યા અને તેમને સાંભળવાની પણ તસ્દી લીધી નહોતી. કલાકો સુધી મદદની આશાએ બેઠેલી વૃદ્ધાને મદદ ન મળતા તેઓ વિલા મોઢે પાછા ફર્યા હતા. વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ હતા. છતાં પોલીસ નિષ્ઠુર બની રહી. આ ઘટનાનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.