Todays Latest News Live -ગુજરાતના ડાંગ જિલ્લામાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં
સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 (09:41 IST)
ગુજરાતના ડાંગ જિલ્લામાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ. આમાં 5 લોકોના મોત
social media
ગુજરાતના ડાંગ જિલ્લામાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ. આમાં 5 લોકોના મોત થયા હતા. ૧૭ ગંભીર રીતે ઘાયલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રવિવારે સવારે 4.15 વાગ્યાની આસપાસ થયો હતો. સાપુતારા હિલ સ્ટેશન નજીક ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે બસ ખાડામાં પડી ગઈ.
આ અકસ્માત થયો ત્યારે બસ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરથી 48 યાત્રાળુઓને લઈને ગુજરાતના દ્વારકા જઈ રહી હતી. આ યાત્રાળુઓ મધ્યપ્રદેશના ગુના, શિવપુરી અને અશોકનગર જિલ્લાના હતા.
પાટડીમાં હનીટ્રેપની ઘટના સામે આવી હતી. જેમાં ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય તેનો ભોગ બન્યા હતા. જેમાં આરોપીઓએ અંગત પળનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.