હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 3,4 અને 5 ફેબ્રિુઆરીએ માવઠુ પડી શકે છે. રાજ્યમાં દાહોદ, વડોદરા, આણંદ, ખંભાત, ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અરબી સમુન્દ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે આ કમોસમી વરસાદની સભાંવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અન્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.