જાણીતા ગુજરાતી લેખિકા કુંદનિકા કાપડિયાનું નિધન

Webdunia
ગુરુવાર, 30 એપ્રિલ 2020 (10:48 IST)
પ્રસિદ્ધ લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા તેમની કૃતિ 'સાત પગલા આકાશમાં' ખૂબ પ્રસિદ્ધ છે. .
 
કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડીમાં 11 જાન્યુઆરી 1927ના રોજ થયો હતો. તેઓ એક નવકથા અને સ્ટોરી રાઈટર હતા. તેમને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવા બદલ સાહિત્ય એકેડમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article