આણંદની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં આઠમા ધોરણના 6 પેપર ફૂટતા વાલીઓનો હોબાળો

Webdunia
બુધવાર, 12 એપ્રિલ 2023 (17:46 IST)
આણંદની મોગરી જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં બુધવારના રોજ ધો.8નું પેપર લીક થવા બાબતે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ પેપર લીક કરવા પાછળ નડિયાદની શાળાના પ્રિન્સીપાલ જવાબદાર હોવાનો ખુલ્લો આક્ષેપ વાલીઓએ કર્યો છે. પ્રિન્સીપાલે પોતાની ભત્રીજીને મોકલેલા પેપર વાયરલ થયા હોવાના મુદ્દે ભારે રોષ જન્મ્યો હતો. જોકે, શાળા સંચાલકોએ ફરીથી પરીક્ષા લેવાની વાત કરતાં વાતાવરણ વધુ તંગ બન્યું હતું.

આણંદ શહેરમાં આવેલી મોગરી જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષાના પેપર પહેલા દિવસથી જ નિશ્ચિત બાળકોને મળી જતાં હોવાનો વિદ્યાર્થીઓએ વાલીઓની ફરિયાદ કરી હતી. આથી, વાલીઓએ શાળા સંચાલકોનું ધ્યાન દોર્યું હતું. જોકે, તેઓએ આ મામલાને ગંભીરતાથી લીધી નહતી. આખરે વાલીઓની ધીરજ ખુટી ગઈ હતી અને શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. જોકે, અચાનક વાલીઓના હોબાળાથી શાળા સંચાલકો પણ બચાવની ભૂમિકામાં આવી ગયાં હતાં.આ અંગે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, નડિયાદની શાળાના પ્રિન્સીપાલે પોતાની ભત્રીજીને પરીક્ષાના પેપરની કોપી મોકલી આપતા હતા. આ ભત્રીજીએ પોતાના પુરતી સીમીત રાખવાની જગ્યાએ તે તેના મિત્રોમાં વાયરલ કર્યાં હતાં. આમ, છ દિવસ જુદા જુદા વિષયના પેપર વિદ્યાર્થીના મોબાઇલ પર પરીક્ષા પહેલા જ ફરતા થઇ ગયાં હતાં. આથી, જવાબદારો સામે કડક પગલાં ભરવા માગણી કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article