રામનવમીના દિવસે થયેલા તોફાનો બાદ હિન્દુ ધર્મનું અપમાન કરતી પોસ્ટ મૂકનાર PI સસ્પેન્ડ

બુધવાર, 12 એપ્રિલ 2023 (17:40 IST)
વડોદરા શહેરમાં રામનવમીના દિવસે કોમી છમકલું થયા બાદ સોશ્યલ મિડીયામાં વિવાદાસ્પદ પોષ્ટ મુકનાર શહેર એન્ટી હ્યુમન ટ્ર્ફિક યુનિટના પી.આઇ.ને સસ્પેન્ડ કરી દેવામાં આવતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. આ પી.આઇ.એ સોશ્યલ મિડીયામાં રામ ભગવાન થે, હનુમાન બંદર થે, રામ પૈદલ ચલતે થે ઔર હનુમાન ઉડતે થે. ક્યોંકી હનુમાન કે પાસ આરક્ષણ થા. આવી બે વિવાદા સ્પદ પોષ્ટ મૂકી હતી.

મળેલી માહિતી પ્રમાણે હાલમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વડોદરા શહેર પોલીસ તંત્રમાં એન્ટી હ્યુમન ટ્ર્ફિક યુનિટમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિશાંત સોલંકી ફરજ બજાવે છે. તાજેતરમાં વડોદરામાં રામનવમીના દિવસે રામજીની શોભાયાત્રામાં ફતેપુરામાં કોમી છમકલું થયું હતું. કોમી છમકલાં બાદ પી.આઇ. નિશાંત સોલંકીએ પોતાના ફેશબુક ઉપર રામ ભગવાન થે, હનુમાન બંદર થે, રામ પૈદલ ચલતે થે ઔર હનુમાન ઉડતે થે. ક્યોંકી હનુમાન કે પાસ આરક્ષણ થા. તેમજ જે દેશમેં....પૂજા હોતી હૈ, ઉસ દેશ કે મંદિરો મેં બલાત્કારી નહિં બેઠેંગે તો ક્યાં સંસ્કારી બેઠેંગે...! તેવી પોષ્ટ મુકતા આ પોષ્ટ વાયરલ થઇ ગઇ હતી.કાયદો અને વ્યવસ્થા જાળવવાની સેવામાં જોડાયેલા પોલીસ અધિકારી નિશાંત સોલંકી દ્વારા વિવાદાસ્પદ પોષ્ટ મુકવામાં આવતા પોલીસ તંત્રમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબત શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આવતા તપાસ કરવામાં આવી હતી. અને તપાસમાં એન્ટી હ્યુમન ટ્ર્ફિક યુનિટમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિશાંત સોલંકીએ રામનવમીના તોફાનો બાદ વિવાદા સ્પદ પોષ્ટ મુકી હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી.દરમિયાન આજે એન્ટી હ્યુમન ટ્ર્ફિક યુનિટમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિશાંત સોલંકીને તેઓના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પી.આઇ. નિશાંત સોલંકીને સોશ્યલ મિડીયામાં વિવાદા સ્પદ પોષ્ટ મુકવા બદલ સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર