9 કલાકે બોરવેલમાંથી બહાર આવ્યું બાળક

Webdunia
બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (09:50 IST)
rescue opration

jamnagar child fell into a borewell

 

જામનગરના ગોવાણામાં બોરમાં પડ્યું બાળક
રમતા રમતા ખુલ્લા બોરમાં પડ્યું બાળક
ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા ભારે જહેમત બાદ બાળકને બચાવી લીધુ 
 
જામનગરના ગોવાણા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખુલ્લા બોરવેલમાં બે વર્ષીય એક બાળક રમતાં રમતાં પડી જતાં દોડધામ મચી હતી.  વાલોરવાડી વિસ્તારમાં રમતા રમતા ખુલ્લા બોરમાં બાળક પડી ગયું છે. બાળક બોરવેલમાં દેખાતુ હોવાનું સ્થાનિકોએ જણાવી રહ્યાં છે. જો કે, સમગ્ર ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આખરે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા ભારે જહેમત બાદ બાળકને બચાવી લેવામાં આવ્યું છે અને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

<

#UPDATE | Gujarat: A child who fell into a borewell in Jamnagar's Govana village, has been rescued safely. https://t.co/xqdtlbseNZ pic.twitter.com/6rZaXcmDMB

— ANI (@ANI) February 7, 2024 >
 
ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
પાપ્ત માહિતી મુજબ ગોવાણા ગામની સીમમાં એક આશારે બે વર્ષની ઉંમરનું બાળક રમતા રમતા કૂવામાં પડી ગયું. જેની જાણ થતાં સ્થાનિકોએ 108 અને ફાયર વિભાગને જાણ કરી હતી.  જો કે, અત્યારે બાળકીને બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે. ઘટનાના પગલે સ્થાનિક તંત્ર પર બનાવ સ્થળે પહોંચ્યું હતુ  200 ફૂટ ઊંડા બોરવેલમાં બાળક જમીનથી 12 ફૂટ નીચે ફસાયેલું હોય રેસ્ક્યૂ ટીમ દ્વારા બાળક સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો તો બીજી તરફ બોરવેલની બાજુમાં એક વિશાળ ખાડો ખોદીને હાથેથી બ્રેકર વડે બોરવેલમાં જ્યાં બાળક ફસાયું ત્યાંથી તેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું હતું.
 
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે 6 વાગ્યાના અરસામાં બનેલા આ બનાવ અંગે બાદમાં તંત્રને જાણ કરવામાં આવતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બોરવેલમાં 12 ફૂટ નીચે ફસાયેલા બાળકને હેમખેમ બહાર કાઢવા માટે સ્થાનિક તંત્ર બાદ તંત્ર દ્વારા વડોદરાથી NDRF અને રાજકોટથી SDRFની એક એક ટીમ બોલાવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

Next Article