ગોંડલના ગેંગસ્ટર નિખલ દોંગાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા

મંગળવાર, 6 ફેબ્રુઆરી 2024 (16:05 IST)
Nikhal Donga got bail from the High Court
ગોંડલના કુખ્યાત નિખિલ દોંગાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.વર્ષ 2022માં દાખલ થયેલી આ અરજી ઉપર આજે હાઇકોર્ટે ચુકાદો આપતાં તેના જામીન મંજૂર કર્યા છે. નિખિલ દોંગા પર ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ સહિત 117 ગુના છે.દોંગા સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. તેને અગાઉ રાજકોટ સેશન્સ કોર્ટમા પણ જામીન અરજી દાખલ કરી હતી. જેને ઓક્ટોબર, 2022માં સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. 
 
જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો
દોંગા સામે ગુજસીટોક અંતર્ગત ખંડણી, જમીન પચાવી પાડવી, કોન્ટ્રાક્ટ કિલિંગ, આર્થિક ગુના, સાયબર ક્રાઇમ, જુગાર, હ્યુમન ટ્રાફિકિંગ વગેરે ગુનાનો સમાવેશ થાય છે. કોર્ટ સમક્ષ દોંગાના વકીલે એક બાદ એક કેસમાં અસીલનો બચાવ કર્યો હતો.દોંગા છેલ્લા 10 વર્ષથી જેલમાં છે. જેલમાં રહીને તે કેવી રીતે ગેંગ ઓપરેટ કરી શકે તેવો પ્રશ્ન અરજદારના વકીલે કોર્ટ સમક્ષ મૂક્યો હતો. 
 
પેરોલ મંજૂર કરાવી 6 ગંભીર ગુના આચર્યા હતા
વકિલે દલીલ કરી હતી કે, જો દોંગા જેલમાંથી ફોન કરતો હોય તો તે જેલ ઓથોરિટીની જવાબદારી છે. વળી 2020થી તો તે ગુજસીટોકને લઈને જેલમાં છે. તેની પાસેથી કોઈ મોબાઈલ મળ્યો નથી.નિખિલ દોંગાએ ગોંડલમાં 'યુધ્ધ એજ કલ્યાણ' ગ્રુપની સ્થાપના કરી હતી. તેણે અત્યારસુધીમાં 117 જેટલા ગુના આચર્યા છે. દોંગાએ પેરોલ મંજૂર કરાવી 6 ગંભીર ગુના આચર્યા હતા. તે જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર