ITC નર્મદાની રૉયલ વેગાને પ્રાપ્ત થયું સાત્ત્વિક કાઉન્સિલ ઑફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર

Webdunia
રવિવાર, 8 જાન્યુઆરી 2023 (16:13 IST)
આઇટીસી હોટલ્સની પ્રીમિયમ વૈભવી સંપત્તિ આઇટીસી નર્મદાની યશકલગીમાં વધુ એક છોગાનો ઉમેરો થયો છે. તેની સિગ્નેચર વેજીટેરિયન રેસ્ટોરેન્ટ રૉયલ વેગાને હાલમાં જ સાત્ત્વિક કાઉન્સિલ ઑફ ઇન્ડિયા તરફથી એક પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે, સાત્ત્વિક કાઉન્સિલ ઑફ ઇન્ડિયા એ વિશ્વની સૌપ્રથમ વેજીટેરિયન ફૂડ સેફ્ટી અને રેગ્યુલેટરી કૉમ્પલાયેન્સ ઑથોરિટી છે, જે શાકાહારી અને તેને સંલગ્ન બાબતોને સમર્પિત છે.
 
તેને પ્રાપ્ત થયેલા પ્રમાણપત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘રૉયલ વેગાના કિચનને શાકાહારી ખાવાનું બનાવવા માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે, જ્યાં સાત્ત્વિકના સિદ્ધાંતો અને સાત્ત્વિક વેરિફિકેશન સ્કીમ હેઠળના ધોરણોનું પાલન કરીને વિવિધ શાકાહારી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.’
 
રૉયલ વેગાને મધ્ય/લઘુ કેટેગરી હેઠળ આ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે, જેને સામાન્ય રીતે શાકાહારી ભોજન અને વાનગીઓ માટે ખાદ્યસુરક્ષાના ધોરણોનું પાલન કરવા બદલ 800થી 1,000 ચોરસ ફૂટના કદની મોટી હોટલોને આપવામાં આવે છે.
 
આઇટીસી નર્મદાના જનરલ મેનેજર કીનન મેકીન્ઝીએ જણાવ્યું હતું કે, ‘સંચાલન માટેની અત્યંત આવશ્યક એવી સ્ટાન્ડર્ડ પ્રક્રિયાઓની શ્રેણીનું મૂલ્યાંકન કરી તેના ગ્રાહકોને સંપૂર્ણ શાકાહારી ભોજન પીરસવાની ડાઇનરની કટિબદ્ધતાને ઓળખવા માટે સાત્ત્વિક કાઉન્સિલે એક ગહન દૃષ્ટિકોણ અપનાવ્યો છે. સાત્ત્વિક કાઉન્સિલ તરફથી આઇટીસી રૉયલ વેગાને પ્રાપ્ત થયેલી આ માન્યતા પોતાના સમર્થકોનું આતિત્થ્યસત્કાર કરવામાં સર્વોચ્ચ ધોરણોનું પાલન કરવાની આઇટીસીની કટિબદ્ધતાનો પુરાવો છે.’
 
રૉયલ વેગા તેના સમર્થકોને બંને ધ્રુવોની શ્રેષ્ઠતા પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે, એટલે કે - ડાઇનિંગનો વિશ્વસ્તરીય અનુભવ પૂરો પાડવાની સાથે-સાથે પોતાના સમર્થકોને ભારતીય લોકાચારો સાથે જોડાયેલા રાખવા. તેનું ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું મેનૂ ત્રણ હેતુઓ પર કેન્દ્રીત છેઃ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સામગ્રીઓ મેળવવી, જે-તે ઋતુમાં મળતી હોય તેવી ઊપજનો ઉપયોગ કરવાની દરેક તક ઝડપી લેવી તથા આયુર્વેદના સિદ્ધાંતોનું પાલન કરવું અને વાનગીના સ્વાદને નવા સ્તરે લઈ જનારા અધિકૃત સંયોજનોની જાણકારી મેળવવી.
 
રૉયલ વેગા દ્વારા તેના સ્વાદના ચાહકોને પીરસવામાં આવતી ત્રણ સિગ્નેચર શાકાહારી થાળીઓમાંથી એક છે, કર્ણાવતી થાળી. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ કે જે 11મી સદીમાં કર્ણાવતી તરીકે પણ ઓળખાતું હતું, તેના નામ પરથી આ થાળીનું નામ આપવામાં આવ્યું છે. તે ગુજરાતની વૈવિધ્યતાના હાર્દમાં રહેલો પાકકળાનો એક આહ્લાદક અનુભવ પૂરો પાડે છે, કારણ કે, આ થાળીમાં સમગ્ર રાજ્યની વિવિધ વાનગીઓને સમાવવામાં આવી છે.
 
મેકીન્ઝીએ આગળ જણાવ્યું હતું કે, ‘જ્યારથી આ હોટલનું ઉદ્ઘાટન થયું છે, ત્યારથી રૉયલ વેગાને તેના અમદાવાદના સમર્થકો તરફથી અને દેશના વિવિધ હિસ્સામાંથી અહીં પધારનારા લોકો તરફથી જબરજસ્ત પ્રતિભાવ પ્રાપ્ત થયો છે. આ પ્રમાણપત્ર પ્રાપ્ત થવાને કારણે અમે અમારા સ્વાદના ચાહકોને અમારા આતિથ્યસત્કારમાં દ્રઢ પ્રતીતિની સાથે સેવા પૂરી પાડવા પ્રોત્સાહિત થયાં છીએ.’

સંબંધિત સમાચાર

Next Article