મારવાડી યુનિવર્સિટીમાં મળેલા ગાંજાના છોડનો કેસ, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ

Webdunia
શુક્રવાર, 14 એપ્રિલ 2023 (18:19 IST)
મારવાડી યુનિવર્સિટીમાં મળેલા ગાંજાના છોડના કેસ મામલે હવે રાજ્ય સરકાર આકરા પાણીએ થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું હતું કે તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ છે અને સાંજ સુધીમાં મોટા ખુલાસાઓ થશે. આ ઉપરાંત હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ડ્રગ્સ મુદ્દે કોઈ છૂટછાટ નહીં અપાય.રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સંપડાય છે.

મારવાડી યુનિવર્સિટીના કેમ્પસના નાઈઝીરિયન કમ્પાઉન્ડ તરીકે જાણીતા વિભાગની પાછળના ભાગે ગાંજાનું વાવેતર થયાનું જાણવા મળી આવતા ચકચાર મચી જવા પામી છે.  રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગઈકાલે કેમ્પસની અંદર પણ ગાંજાના છોડનું વાવેતર થયા હોવાનું જાણવા મળ્યુ હતું. આ સમાચાર વાયુ વેગે ફેલાય ગયા બાદ મીડિયા કર્મી કેમ્પસ પર તપાસ કરવા પહોંચે તે પહેલા જ આ ગાંજાના છોડને આગ લગાડી દેવામાં આવી હતી. આગના ધુમાડામાંથી ગાંજાની તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. આ મામલની જાણ પોલીસને તથા પોલીસની ટીમ પણ યુનિવર્સિટિએ પહોંચી હતી. પીલીસની ટીમે છોડના નમૂના લઈ તપાસ અર્થે FSL માટે મોકલવામાં આવ્યા છે.  યુનિવર્સિટિના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ મામલે અમે વધુ તપાસ કરાવીશું અને પોલીસને પુરો સહયોગ આપીશું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે તપાસમાં જે કોઈ આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે

સંબંધિત સમાચાર

Next Article