રાજુલામાં ઘરેથી રમવા જવાનું કહીને નીકળેલા બે ભાઈઓના તળાવમાંથી મૃતદેહ મળ્યા

Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2023 (15:15 IST)
In Rajula, the bodies of two brothers who had left home to play were found dead in the lake
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામમાં 15 કલાકથી ગુમ બે સગા ભાઇઓના આજે વહેલી સવારે તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા છે. બંને બાળકોના મોઢા પર ઇજાના નિશાન હોવાથી પોલીસે બંને ભાઇઓના મૃતદેહને ફોરેન્સિક પી.એમ માટે ભાવનગર મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ગઈકાલે સાંજના પાંચ વાગ્યાના અરસામાં વિજયભાઈના મકવાણાનો 6 વર્ષીય કૃણાલ અને 10 વર્ષીય મિત નામના બે બાળકો રમવા જવાનું કહીને ઘરેથી બહાર ગયા હતા. જોકે, મોડે સુધી પરત ન ફરતાં પરિવારજોએ શોધખોળ કરી હતી અને પોલીસમાં જાણ કરી હતી. બંને બાળકોની ઉમર નાની હોવાથી પોલીસ પણ શોધખોળ આદરી હતી. જોકે, બંનેનો કોઇ પત્તો લાગ્યો નહોતો.  શોધખોળ દરમિયાન આજે લગભગ 15 કલાક બાદ સવારના આઠ વાગ્યાના અરસામાં બંને ભાઇઓના મૃતદેહ ગામના તળાવમાંથી મળ્યા હતા. બંને ભાઇઓના મૃતદેહને પોલીસે રાજુલા સિવિલમાં ખસેડ્યા હતા. જોકે, બંને બાળકોના મોઢા પર ઇજાના નિશાન હોવાથી પરિવાજનોએ કંઇક અજુગતુ થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી.

આ દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકી મોટી સંખ્યામાં સ્થાનિક આગોવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. બાળકોના મોઢા પર ઇજાના નિશાન હોવાથી બંનેના મૃતદેહને ફોરેન્સિક પી.એમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. તપાસ માટે પોલીસની 7 ટીમો બનાવવામાં આવી છે. આ બનાવમાં હકિકત શું છે એ તપાસ બાદ જ ખ્યાલ આવશે.

સંબંધિત સમાચાર

Next Article